Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ પર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કારગિલ વિજય દિવસ પર ઑપરેશન વિજય દરમિયાન દેશની સુરક્ષા કાજે શહીદ થયેલા તમામ બહાદુર સૈનિકોને કૃતજ્ઞ રાષ્ટ્ર શત-શત વંદન કરે છે. આપણાં બહાદુર અને સાહસિક સૈનિકોએ સુનિશ્ચિત કર્યું હતું કે, ભારત હંમેશા સુરક્ષિત રહે, તેમણે શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનાર લોકોને ઇંટનો જવાબ પત્થરથી આપ્યો હતો.

ભારત હંમેશા ગર્વ સાથે તેમને યાદ કરશે, જેમને ઓપરેશન વિજય દરમિયાન ઉત્કૃષ્ટ રાજકીય નેતૃત્વ અટલજીએ પ્રદાન કર્યું હતું. તેમણે મોખરે રહીને મોરચો સંભાળ્યો હતો, આપણાં સશસ્ત્ર દળોને સમર્થન આપ્યું હતું અને વૈશ્વિક મંચ પર ભારતનો પક્ષ સ્પષ્ટતાપૂર્વક રજૂ કર્યો હતો.”

 

NP/RP