Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેરળ મંદિરની આગ હૃદયવિદારક અને આઘાતજનક ઘટના ગણાવતા પોતે તુરંત કેરળ પહોંચશે એમ જણાવ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના કોલ્લમ જિલ્લામાં મંદિરમાં થયેલી આગની દુર્ઘટના અંગે આઘાત વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ કમનસીબ કરુણાજનક ઘટના બાદ ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા તેઓ તુરંત કેરળ પહોંચશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “કોલ્લમ ખાતે મંદિરમાં આગની ઘટના હૃદયવિદારક અને અવર્ણનીય આઘાતજનક છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો સાથે મારી સંવેદનાઓ છે અને ઈજાગ્રસ્તો માટે મારી પ્રાર્થના છે.

કોલ્લમમાં મંદિરમાં લાગેલી આગ વિશે મુખ્યમંત્રી ઓમન ચાંડી વાત કરી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી તાત્કાલિક શિફ્ટ કરવાની વ્યવસ્થા ગોઠવી છે.

મંત્રીમંડળના મારા સાથી અને સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાને પણ મેં તાત્કાલિક ધોરણે કોલ્લમમાં આગની દુર્ઘટનાના સ્થળે પહોંચા જણાવ્યું છે. હું પણ કોલ્લમમાં આ કમનસીબ આગની દુર્ઘટનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ટૂંક સમયમાં જ કેરળ પહોંચીશ.”

AP/J.Khunt/GP