Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેરળ મંદિર દુર્ઘટનામાં મૃત્યું પામેલાના પરિવાર માટે 2 લાખ રૂપિયાના સહાયતા રકમની જાહેરાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલ્લમ મંદિરમાં લાગેલી આગમાં પ્રાણ ગુમાવનારાના પરિવારવાળા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી બે લાખ રૂપિયાની મદદ રકમની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીએ આ આગમાં ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાની સાંત્વના રકમ આપવાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી ઉત્પન્ન સ્થિતિ પર નજર રાખી રહ્યા છે તથા અધિકારીઓના સંપર્કમાં છે. પ્રધાનમંત્રી જલ્દી જ કેરળની યાત્રા પર જશે તથા તેમણે આદેશ આપ્યો છે કે કેરળમાં તેમની મુલાકાત માટે કોઇ પણ પ્રકારની ક્રમાચાર ઔપચારિકતાઓ કરવાની જરૂર નથી તથા ધ્યાન રાહત અને બચાવ કાર્ય પર રાખવું જોઇએ. પ્રધાનમંત્રીની કેરળ યાત્રામાં તેમની સાથે બળવાથી પેદા થયેલી પરિસ્થિતિના વિશેષજ્ઞ ચિકિત્સક પણ ઉપસ્થિત રહેશે.

AP/J.Khunt/GP