Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કોલંબિયાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય બદલ એબેલાર્ડો ડી લા એસ્પ્રીએલાને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલંબિયાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય બદલ એબેલાર્ડો ડી લા એસ્પ્રીએલાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારત કોલંબિયા સાથેની તેની ગાઢ મિત્રતાને ખૂબ મહત્વ આપે છે, જે તમામ ક્ષેત્રોમાં સતત વધી રહી છે. “હું સફળ કાર્યકાળ માટે મારી શુભકામનાઓ પાઠવું છું અને આવનારા વર્ષોમાં આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું”, શ્રી મોદીએ ઉમેર્યું હતું.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;

હાર્દિક અભિનંદન, એબેલાર્ડો ડી લા એસ્પ્રીએલા, કોલંબિયાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમારી જીત બદલ.

ભારત કોલંબિયા સાથેની તેની ગાઢ મિત્રતાને મહત્વ આપે છે જે તમામ ક્ષેત્રોમાં સતત વધી રહી છે. હું સફળ કાર્યકાળ માટે મારી શુભકામનાઓ પાઠવું છું અને આવનારા વર્ષોમાં આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.

@ABDELAESPRIELLA

 

SM/BS/GP/JT