પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 પડકારને ઝીલવા રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. ‘નવરાત્રી’નાં પાવન પ્રસંગે પ્રધાનમંત્રીએ લોકોને નવ વિનંતી કે અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વૈશ્વિક રોગચાળા સામે લડવા તમામ ભારતીયોનો સંકલ્પ અને સંયમ આવશ્યક છે. કોરોનાવાયરસે અત્યારે આખી દુનિયામાં આતંક મચાવ્યો છે. તેમણે નાગરિકોને આ ઝડપથી ફેલાતા વાયરસનાં પ્રસારને નિયંત્રણને સુનિશ્ચિત કરવા ચોક્કસ પગલાંને અનુસરવા અપીલ કરી હતી. તેમણે નાગરિકોને આ રોગચાળાને હળવાશ ન લેવાના મહત્ત્વ પર તથા કોવિડ-19ના પ્રસારને અટકાવવા જાગૃત થવા અને સક્રિય પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ નાગરિકોને એક મંત્ર “જ્યારે આપણે સ્વસ્થ રહીશું, ત્યારે દુનિયા સ્વસ્થ રહેશે” એને અનુસરવા અપીલ કરી હતી. તેમણે ‘સામાજિક અંતર’ જેવા નિયમોને સ્વયં અનુસરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. નાગરિકોને નીતિનિયમોનું પાલન કરવા સંયમ સાથે કરવા નાગરિકોને ઘરમાં રહેવા અને જરૂર પડે તો જ ઘરની બહાર નીકળવા અપીલ કરી હતી. તેમણે લોકોને ઘરેથી કામ કરવાનો પ્રયાસ કરવા અને બિનજરૂરી પ્રવાસ ન કરવા પણ અપીલ કરી હતી. તેમણે એવી વિનંતી પણ કરી હતી કે, 60 વર્ષથી વધારે વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોએ થોડા અઠવાડિયા માટે તેમના ઘરની બહાર ન નીકળવું જોઈએ. હોસ્પિટલો પર ભારણ હોવાની બાબત પર ભાર મૂકીને તેમણે દરેકને આ સમયગાળા દરમિયાન નિયમિત ચેકઅપ્સ ટાળવા અને શક્ય હોય તો સર્જરીની તારીખો લંબાવવા અપીલ કરી હતી.
‘જનતા કર્ફયૂ’
પ્રધાનમંત્રીએ 22 માર્ચ, 2020નાં રોજ સવારે 7 વાગ્યાથી રાતનાં 9 વાગ્યા સુધી ‘જનતા કર્ફયૂ’ને અનુસરવા પણ અપીલ કરી હતી, જેમાં કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ન નીકળે, રસ્તા પર ન જાય, શેરીઓમાં ન ફરે. આવશ્યક સેવાઓ સાથે સંબંધિત લોકો માટે ઘરની બહાર નીકળવું જરૂરી છે એના માટે આ છૂટ છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનાં જનઆંદોલનની સફળતા અને અનુભવથી આપણને ભવિષ્યનાં પડકારો સામે લડવામાં તૈયારી કરવામાં મદદ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, 22 માર્ચનાં રોજ આપણો પ્રયાસ આપણા સ્વનિયંત્રણ અને દેશના હિતમાં ફરજ અદા કરવાની દ્રઢતાનો સંકેત હશે.
રાજ્ય સરકારોને આગેવાની લેવાની અપીલ કરતાં પ્રધાનમંત્રીએ એનસીસી અને એનએસએસ સહિત તમામ યુવા સંગઠનો, નાગરિક સમાજને ‘જનતા કર્ફ્યૂ’ વિશે લોકો વચ્ચે જાગૃતિ લાવવા જણાવ્યું હતું. તેમણે દરેક વ્યક્તિને આ સ્વનિયંત્રિત કર્ફ્યૂ વિશે ફોન પર ઓછામાં ઓછા અન્ય 10 લોકોને જાણકારી આપવાનો પ્રયાસ કરવા અપીલ કરી હતી.
નિઃસ્વાર્થ રીતે સેવા પ્રદાન કરતા લોકોનો આભાર
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટાફ, પોલીસ, સરકારી કર્મચારીઓ, એરલાઇનના સ્ટાફ, મીડિયા પ્રતિનિધિઓ, બસ/ટ્રેન/ઓટો ઓપરેટર્સ જેવા કોવિડ-19 રોગચાળા સામે લડતા તેમજ હોમ ડિલિવરીમાં સંકળાયેલા લોકો બહાદુર છે.
આ પ્રકારનાં કસોટીનાં સમય દરમિયાન દેશને પોતાની સેવાઓ આપવાના સંબંધમાં પ્રધાનમંત્રીએ સૂચવ્યું હતું કે, 22 માર્ચનાં રોજ સાંજે 5 વાગે નાગરિકોએ બાલ્કનીઓમાં તેમજ તેમના ઘરના દરવાજા પર ઊભા રહીને તેમના પ્રયાસોને બિરદાવવા જોઈએ અને સલામી આપવી જોઈએ તથા તેમની પ્રશંસા દર્શાવવા પાંચ મિનિટ સુધી તાળી પાડવી જોઈએ અથવા બેલ વગાડવી જોઈએ.
તેમણે આખા દેશમાં સ્થાનિક સરકારને સાંજે 5 વાગ્યે સાયરન વગાડીને સમયનો સંકેત આપવા અપીલ કરી હતી.
આર્થિક પડકારોને ઝીલવા
આ રોગચાળાને કારણે આર્થિક પડકારો ઝીલવા પ્રધાનમંત્રીએ કેન્દ્રીય નાણાં મંત્રીના નેતૃત્વમાં ‘કોવિડ-19 ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સ’ની રચના કરવાની જાહેરાત કરી હતી. આ ટાસ્ક ફોર્સ હિતધારકો સાથે ચર્ચા વિચારણા કરશે, તેમની પાસેથી પ્રતિભાવ મેળવશે અને તેને આધારે આર્થિક પડકારો ઝીલવા ઉચિત નિર્ણયો લેશે. ટાસ્ક ફોર્સ આ પડકારોને ઝીલવા લેવામાં આવેલા નિર્ણયોનો અમલ થાય એવી સુનિશ્ચિતતા કરશે.
પ્રધાનમંત્રીએ વ્યવસાયિક સમુદાય અને ઊંચી આવક ધરાવતા જૂથોને ઓછી આવક ધરાવતા જૂથોની આર્થિક જરૂરિયાતોનું ધ્યાન રાખવા પણ અપીલ કરી હતી, જેની પાસેથી તેઓ વિવિધ સેવાઓ લે છે, તેમને કાર્યસ્થળે આવીને કામ ન કરી શકવા બદલ રોજિંદા ધોરણે પગાર ન કાપવા વિનંતી કરી હતી. તેમણે આ પ્રકારનાં સમયગાળા દરમિયાન માનવતાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
તેમણે દેશવાસીઓને ખાતરી આપી હતી કે, તેમને ખાદ્ય પદાર્થો, દૂધ, દવાઓ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓની કોઈ ખેંચ નહીં પડે. તેમણે લોકોને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા વિનંતી કરી હતી.
પ્રધાનમંત્રીએ કોવિડ-19ની કટોકટી ઝીલવા સંયુક્તપણે કામ કરવા અને સંપૂર્ણપણે પ્રદાન કરવા દરેકની પ્રશંસા કરી હતી. તેમણે નાગરિકોને ખોટી માહિતીને ન માનવા પણ અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનાં વૈશ્વિક રોગચાળાનાં સમયગાળા દરમિયાન “માનવતાનો વિજય થાય અને ભારતનો વિજય થાય” એ સુનિશ્ચિત કરવું મહત્ત્વપૂર્ણ છે.
RP
Watch Live! https://t.co/UHSCp7Wcu9
— PMO India (@PMOIndia) March 19, 2020
मेरे प्रिय देशवासियों,
— PMO India (@PMOIndia) March 19, 2020
पूरा विश्व इस समय संकट के बहुत बड़े गंभीर दौर से गुजर रहा है: PM @narendramodi #IndiaFightsCorona
मैं आज प्रत्येक देशवासी से एक और समर्थन मांग रहा हूं।
— PMO India (@PMOIndia) March 19, 2020
ये है जनता-कर्फ्यू।
जनता कर्फ्यू यानि जनता के लिए,
जनता द्वारा खुद पर लगाया गया कर्फ्यू: PM @narendramodi #IndiaFightsCorona
इस रविवार,
— PMO India (@PMOIndia) March 19, 2020
यानि
22 मार्च को,
सुबह 7 बजे से रात
9 बजे तक, सभी देशवासियों को,
जनता-कर्फ्यू का पालन करना है: PM @narendramodi #IndiaFightsCorona
साथियों,
— PMO India (@PMOIndia) March 19, 2020
22 मार्च को हमारा ये प्रयास, हमारे आत्म-संयम,
देशहित में कर्तव्य पालन के संकल्प का एक प्रतीक होगा।
22 मार्च को जनता-कर्फ्यू की सफलता, इसके अनुभव, हमें आने वाली चुनौतियों के लिए भी तैयार करेंगे: PM @narendramodi #IndiaFightsCorona
संभव हो तो हर व्यक्ति प्रतिदिन कम से कम
— PMO India (@PMOIndia) March 19, 2020
10 लोगों को फोन करके कोरोना वायरस से बचाव के उपायों के साथ ही जनता-कर्फ्यू के बारे में भी बताए।
साथियों,
ये जनता कर्फ्यू एक प्रकार से हमारे लिए,
भारत के लिए एक कसौटी की तरह होगा: PM @narendramodi #IndiaFightsCorona
ये कोरोना जैसी वैश्विक महामारी के खिलाफ लड़ाई के लिए भारत कितना तैयार है, ये देखने और परखने का भी समय है।
— PMO India (@PMOIndia) March 19, 2020
आपके इन प्रयासों के बीच, जनता-कर्फ्यू के दिन,
22 मार्च को मैं आपसे एक और सहयोग चाहता हूं: PM @narendramodi #IndiaFightsCorona
मैं चाहता हूं कि
— PMO India (@PMOIndia) March 19, 2020
22 मार्च, रविवार के दिन हम ऐसे सभी लोगों को धन्यवाद अर्पित करें।
रविवार को ठीक
5 बजे,
हम अपने घर के दरवाजे पर खड़े होकर,
बाल्कनी में,
खिड़कियों के
सामने खड़े होकर
5 मिनट तक ऐसे लोगों का आभार व्यक्त करें: PM @narendramodi #IndiaFightsCorona
पूरे देश के स्थानीय प्रशासन से भी मेरा आग्रह है कि
— PMO India (@PMOIndia) March 19, 2020
22 मार्च को
5 बजे,
सायरन की आवाज से इसकी सूचना लोगों तक पहुंचाएं।
सेवा परमो धर्म के हमारे संस्कारों को मानने वाले ऐसे देशवासियों के लिए हमें पूरी श्रद्धा के साथ अपने भाव व्यक्त करने होंगे: PM @narendramodi #IndiaFightsCorona
संकट के इस समय में,
— PMO India (@PMOIndia) March 19, 2020
आपको ये भी ध्यान रखना है कि हमारी आवश्यक सेवाओं पर,
हमारे हॉस्पिटलों पर दबाव भी निरंतर बढ़ रहा है।
इसलिए मेरा आपसे आग्रह ये भी है कि रूटीन चेक-अप के लिए अस्पताल जाने से जितना बच सकते हैं,
उतना बचें: PM @narendramodi #IndiaFightsCorona
कोरोना महामारी से उत्पन्न हो रही आर्थिक चुनौतियों को ध्यान में रखते हुए, वित्त मंत्री के नेतृत्व में सरकार ने एक
— PMO India (@PMOIndia) March 19, 2020
कोविड-19-Economic Response Task Force
के गठन का फैसला लिया है: PM @narendramodi #IndiaFightsCorona
ये टास्क फोर्स,
— PMO India (@PMOIndia) March 19, 2020
ये भी सुनिश्चित करेगी कि, आर्थिक मुश्किलों को कम करने के लिए जितने भी कदम उठाए जाएं,
उन पर प्रभावी रूप से अमल हो: PM @narendramodi #IndiaFightsCorona
संकट के इस समय में मेरा देश के व्यापारी जगत,
— PMO India (@PMOIndia) March 19, 2020
उच्च आय वर्ग से भी आग्रह है कि अगर संभव है तो आप
जिन-जिन लोगों से सेवाएं लेते हैं, उनके आर्थिक हितों का ध्यान रखें: PM @narendramodi #IndiaFightsCorona
मैं देशवासियों को इस बात के लिए भी आश्वस्त करता हूं कि देश में दूध,
— PMO India (@PMOIndia) March 19, 2020
खाने-पीने का सामान, दवाइयां,
जीवन के लिए ज़रूरी ऐसी आवश्यक चीज़ों की कमी ना हो इसके लिए तमाम कदम उठाए जा रहे हैं: PM @narendramodi #IndiaFightsCorona
पिछले दो महीनों में,
— PMO India (@PMOIndia) March 19, 2020
130 करोड़ भारतीयों ने,
देश के हर नागरिक ने,
देश के सामने आए इस संकट को अपना संकट माना है,
भारत के लिए,
समाज के लिए उससे जो बन पड़ा है,
उसने किया है: PM @narendramodi #IndiaFightsCorona
मुझे भरोसा है कि आने वाले समय में भी आप अपने कर्तव्यों का,
— PMO India (@PMOIndia) March 19, 2020
अपने दायित्वों का इसी तरह निर्वहन करते रहेंगे।
हां, मैं मानता हूं कि ऐसे समय में कुछ कठिनाइयां भी आती हैं, आशंकाओं और अफवाहों का वातावरण भी पैदा होता है: PM @narendramodi #IndiaFightsCorona
कुछ दिन में नवरात्रि का पर्व आ रहा है।
— PMO India (@PMOIndia) March 19, 2020
ये शक्ति उपासना का पर्व है।
भारत पूरी शक्ति के साथ आगे बढ़े, यही शुभकामना है: PM @narendramodi #IndiaFightsCorona
On 22nd March 2020, let us observe a Janata Curfew and add strength to the fight against COVID-19. #IndiaFightsCorona. pic.twitter.com/qOqhQaJES5
— Narendra Modi (@narendramodi) March 19, 2020
At 5 PM on 22nd March 2020, the day of the Janata Curfew, I have a special request. Will you all help? #IndiaFightsCorona pic.twitter.com/Qi63adPUJh
— Narendra Modi (@narendramodi) March 19, 2020
At 5 PM on 22nd March 2020, the day of the Janata Curfew, I have a special request. Will you all help? #IndiaFightsCorona pic.twitter.com/Qi63adPUJh
— Narendra Modi (@narendramodi) March 19, 2020
A request to the people of India- please do not indulge in panic buying. #IndiaFightsCorona pic.twitter.com/ZG1ho45hQG
— Narendra Modi (@narendramodi) March 19, 2020