પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેલો ઇન્ડિયા ગેમ્સમાં વિવિધ રાજ્યોના 6 હજાર જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતા. 80 વિક્રમો તૂટી ગયા અને આ 80 વિક્રમોમાંથી 56 આપણી દીકરીઓ દ્વારા તોડવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, 2018માં, જ્યારે ‘ખેલો ઇન્ડિયા ગેમ્સ’ની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે પાંત્રીસસો ખેલાડીઓએ ભાગ લીધો હતો, પરંતુ માત્ર ત્રણ વર્ષમાં ખેલાડીઓની સંખ્યા વધીને 6 હજારથી વધુ થઈ ગઈ છે, જેનો અર્થ એ થાય છે કે તે લગભગ બમણા થઈ ગયા.
‘મન કી બાત’માં પ્રધાનમંત્રીએ આજે ભાગ લેનારા બાળકો અને તેમના માતાપિતાની પ્રેરણાદાયી વાતો કહી હતી. તેમાંથી એક તામિલનાડુના યોગનાથનની વાત જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, “યોગનાથન તામિલનાડુમાં બીડી બનાવે છે, પરંતુ તેમની પુત્રી પૂર્ણશ્રીએ વેઇટ લિફ્ટિંગમાં સૂવર્ણ ચંદ્રક મેળવીને દરેકનું દિલ જીત્યું.”
તેમણે ગુવાહાટીમાં યુથ ગેમ્સમાં સાયકલ ચલાવવામાં 200 મીટર સ્પ્રિન્ટ ઇવેન્ટમાં સૂવર્ણ ચંદ્રક જીતનારા ડેવિડ વિશે પણ જણાવ્યું હતું. કાર-નિકોબારનો ડેવિડ એક એવો બાળક છે, જેણે પોતાના માતાપિતા ગુમાવી દીધા છે, તેના કાકા ઇચ્છતા હતા તે કે એક ફૂટબોલર બને અને તેથી જ તેનું નામ પ્રખ્યાત ફૂટબોલર ડેવિડ બેકહામ પરથી ડેવિડ રાખવામાં આવ્યું હતું. પરંતુ યુવાન ડેવિડ સાયકલ ચલાવવાની કવાયતમાં હતો. તેની પસંદગી ‘ખેલો ઇન્ડિયા’ હેઠળ કરવામાં આવી હતી અને આજે તેણે સાયક્લિંગમાં એક નવો વિક્રમ સ્થાપ્યો છે.
પ્રધાનમંત્રીએ મુંબઇની કરિના શાંતાની પ્રેરણાદાયી વાર્તા પણ જણાવી હતી. કરિનાએ સ્વિમિંગમાં 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઇવેન્ટમાં ભાગ લીધો અને અંડર -17 કેટેગરીમાં સૂવર્ણ ચંદ્રક જીત્યો હતો તેમજ નવો રાષ્ટ્રીય વિક્રમ પણ સ્થાપ્યો. જોકે, 10માં ધોરણની વિદ્યાર્થીની કરિના માટે એક એવો પણ સમય હતો જ્યારે તેની ઘૂંટણની ઈજાને કારણે તાલીમ છોડવી પડી હતી. પરંતુ કરિના અને તેની માતા હિંમત હાર્યા નહીં અને આજે એમના ધૈર્યનું પરિણામ આપણા સૌની સામે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણે બધા જાણીએ છીએ કે નેશનલ ગેમ્સ એક મંચ છે, જ્યાં ખેલાડીઓને અન્ય રાજ્યોની સંસ્કૃતિથી પરિચિત થવા ઉપરાંત તેમના જુસ્સો દર્શાવવાની તક મળે છે. તેથી, અમે દર વર્ષે ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ’ની તર્જ પર ‘ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ’ યોજવાનું નક્કી કર્યું છે.
આવતા મહિને 22મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ દરમિયાન ઓડિશાના કટક અને ભુવનેશ્વરમાં ‘ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ’ની પ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રમતોમાં ભાગ લેવા માટે 3000થી વધુ ખેલાડીઓ ક્વૉલિફાય થયા છે.
ફિટ ઇન્ડિયા
સકારાત્મક પરિણામ લાવવા માટે પ્રધાનમંત્રીએ ‘ફિટ ઇન્ડિયા સ્કૂલ’ અભિયાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે 65,૦૦૦થી વધુ શાળાઓએ ઓનલાઇન નોંધણી દ્વારા ‘ફિટ ઇન્ડિયા સ્કૂલ’ પ્રમાણપત્રો મેળવ્યાં છે. તેમણે દેશની બાકીની શાળાઓને શારીરિક પ્રવૃત્તિ અને રમત-ગમતને શિક્ષણ સાથે સંકલિત કરવા અને તેમની શાળા ‘ફીટ સ્કૂલ’ બને તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.
SD/RP/DS