Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં થયોલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અને તોફાનને કારણે થયેલી જાનહાનિ પર શોકની લાગણી વ્યક્ત કરી છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અને તોફાનને કારણે થયેલી જાનહાનિને કારણે વ્યથિત છું. હું પીડિતોનાં પરિવારજનોને દિલાસો આપું છું. સરકારી વિભાગો સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય કરવામાં આવી રહી છે.” 

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અને તોફાનને કારણે જીવ ગુમાવનાર લોકોનાં પરિવારજનો માટે પ્રધાનમંત્રીનાં રાષ્ટ્રીય રાહત ભંડોળમાં દરેક કુટુંબને રૂ. 2 લાખની સહાય મંજૂર કરી છે. પ્રધાનમંત્રીએ ગુજરાતનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ અને તોફાનને કારણે ઇજાગ્રસ્ત થયેલી દરેક વ્યક્તિ માટે પણ રૂ. 50,000ની સહાય મંજૂર કરી છે.

  

RP