Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુરુત્વાકર્ષણ કિરણોની ઐતિહાસિક શોધ અંગે આનંદ વ્યક્ત કર્યો, પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટમાં ભારતીય વૈજ્ઞાનિકોની ભૂમિકાની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુત્વાકર્ષણ કિરણોની ઐતિહાસિક શોધ બાબતે આનંદ વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રી શ્રી મોદીએ પ્રોજેક્ટમાં ભારતીય વૈજ્ઞાનિકોની ભૂમિકાની પણ પ્રશંસા કરી.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, “ગુરુત્વાકર્ષણ કિરણોની ઐતિહાસિક શોધથી બ્રહ્માંડને સમજવા માટે એક નવી દિશા મળશે. આ પડકારરૂપ શોધમાં ભારતીય વૈજ્ઞાનિકોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી તેના માટે હું ખૂબ ગૌરવ અનુભવું છું. દેશમાં એક વિકસિત ગુરુત્વાકર્ષણ તરંગ શોધક સાથે વધુ યોગદાન માટે આગળ વધવાની આશા રાખું છું. “

AP/J.Khunt