Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુરુ ગોવિંદ સિંઘજીને 350માં પ્રકાશ પર્વ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10માં શીખ ગુરુ ગોવિંદ સિંઘનાં 350માં પ્રકાશ પર્વ પર શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણે 350માં પ્રકાશ પર્વની ઉજવણી કરી રહ્યાં હોવાથી હું શ્રી ગુરુ ગોવિંદ સિંઘને શત શત વંદન કરું છું. તેઓ અસાધારણ સાહસ અને શાણપણનું મૂર્ત સ્વરૂપ હતું. તેમનાં સાહસિક કાર્યો અને ઉદાત્ત વિચારો પેઢીઓથી લોકોને પ્રેરિત કરે છે. શ્રી ગુરુ ગોવિંદ સિંઘજી સમાનતાની તાકાતમાં શ્રદ્ધા ધરાવતાં હતાં. તેમણે સામાજિક ભેદભાવનાં તમામ સ્વરૂપોનો વિરોધ કર્યો હતો અને તેઓ તેમનાં ન્યાય અને પ્રામાણિકતાનાં ગુણથી પૂજાય છે.”

GP