Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુરૂ નાનક જયંતિ પર શ્રી ગુરૂ નાનક દેવજીને નમન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂ નાનક જયંતિ પર શ્રી ગુરૂ નાનક દેવજીને નમન કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “શ્રી ગુરૂ નાનક દેવજીએ આપણને સત્ય, પ્રામાણિકતા અને કરૂણાનો માર્ગ દર્શાવ્યો છે. તેઓ સમાજમાંથી અન્યાય અને અસમાનતાને નાબૂદ કરવા માટે કટિબદ્ધ હતા. તેમણે શિક્ષણની શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમે તેમની જયંતિ પર તેમને નમન કરીએ છીએ અને તેમના પ્રેરક વિચારોનું સ્મરણ કરીએ છીએ.”
***

RP