Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગમાં રજત ચંદ્રક જીતવા બદલ રાજા મુથુપાંડીને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વેઇટલિફ્ટિંગમાં ભારતને મળેલા વધુ એક મેડલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 65 કિગ્રા વર્ગની સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ રાજા મુથુપાંડીને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની સફળતા દરેક ભારતીયને ખુશ અને ગૌરવાન્વિત કરે છે, અને તેમના આગામી પ્રયાસો માટે તેમની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

“વેઇટલિફ્ટિંગમાં ભારત માટે વધુ એક ચંદ્રક! ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 65 કિગ્રા વર્ગની સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ રાજા મુથુપાંડીને અભિનંદન. તેમની સફળતા દરેક ભારતીયને ખુશ અને ગૌરવાન્વિત કરે છે. તેમના આગામી પ્રયાસો માટે મારી શ્રેષ્ઠ શુભેચ્છાઓ.

#CWG2026″

 

IJ/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]