Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ચંદ્ર નવા વર્ષની ઉજવણી નિમિત્તે ચીન, કોરિયા, મોન્ગોલિયા અને વિયેટનામના લોકોને શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીન, કોરિયા, મોંગોલિયા અને વિયેટનામના લોકોને લ્યુનાર એટલે કે ચંદ્રના નવા વર્ષની ઉજવણી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટર પર સંદેશ મૂક્યો છે કે “વિશ્વભરમાં વસતા ચીની મિત્રોને નવા વર્ષની ખૂબ જ શુભેચ્છાઓ. મંકી વર્ષ તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામના. વ્હાલા કોરિયન મિત્રો, તમને સહુને સીઓલાલની શુભેચ્છાઓ. આવનારું વર્ષ ખૂબ સારું વીતે તેવી શુભકામના.

મોન્ગોલિયાના અદ્ભુત લોકોને હેપ્પી સગાન સર. નવું વર્ષ તમને ખુશી, તંદુરસ્તી અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના.

વિયેટનામના લોકોને ટેટની શુભકામનાઓ. આ વર્ષ તમને ખુશી અને સમૃદ્ધિથી ભરપૂર રહે તેવી શુભેચ્છા”.

AP/J.Khunt