Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ચૈત્ય ભૂમિ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (11 ઓક્ટોબર, 2015) મુંબઈની મુલાકાત લીધી. પોતાની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રીએ ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરને ચૈત્ય ભૂમિમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી. પ્રધાનમંત્રી મોદીએ ત્યારબાદ ઈન્દુ મિલ પરિસરમાં ડૉ. ભીમરાવ આંબેડકર સ્મારકની તકતીનું અનાવરણ પણ કર્યું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના જવાહરલાલ નહેરૂ પોર્ટ ટ્રસ્ટના ચોથા કન્ટેનર ટર્મિનલની આધારશિલા રાખવાના અવસર પર એક તકતીનું અનાવરણ કર્યું. એક જનસભામાં પ્રધાનમંત્રીએ બે મેટ્રો રેલ કોરિડોરની આધારશિલા રાખવાના અવસર પર તકતીનું અનાવરણ પણ કર્યું.

આ અવસર પર પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ ડૉ. ભીમરાવ આંબેડકરના રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનનું સ્મરણ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઇન્દુ મિલ પરિસરમાં એક વિશ્વ સ્તરીય સ્મારક બનાવાશે અને આ સ્મારકમાં મહારાષ્ટ્રના બધા ગામોની જન ભાગીદારી હોવી જોઈએ. તેમણે ભીમરાવ આંબેડકરના યોગદાન પ્રત્યે જાગરૂકતા વધારવા માટે દરેક વર્ષ 26 નવેમ્બરે સંવિધાન દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત પણ કરી.

પ્રધાનમંત્રીએ આરક્ષણ નીતિની કોઈપણ સમીક્ષા સાથે સંબંધિત બધી અફવાઓની કડક શબ્દોમાં નિંદા કરતા કહ્યું કે, ડૉ. આંબેડકર દ્વારા અપાયેલ લાભ કોઈ ઝૂંટવી શકતું નથી.

પ્રધાનમંત્રીના આધારભૂત માળખાના વિકાસ કાર્યક્રમોમાં ઝડપ અને ગ્રામીણ ક્ષેત્રોમાં જળ સંચય કાર્યો માટે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફણનવીસની સરાહના કરી.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી સુરેશ પ્રભુ અને નિતિન ગડકરી દ્વારા કરાઈ રહેલા કાર્યોની સરાહના પણ કરી. તેમણે દેશના આર્થિક વિકાસ અને મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમની સફળતા માટે બંદરગાહોના વિકાસના મહત્વ પર જોર આપ્યું.

આ પહેલા પ્રધાનમંત્રીએ લોકનાયક જયપ્રકાશ નારાયણના જન્મ દિવસના અવસર પર પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપાયી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જોર્જ ફર્નાન્ડિસ સાથે શિષ્ટાચાર મુલાકાત કરી.

AP/J.Khunt/GP