Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ છત્તિસગઢમાં સીઆરપીએફનાં જવાનો પરનાં હુમલાને ખેદજનક ગણાવ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તિસગઢમાં સીઆરપીએફનાં જવાનો પર હુમલાને કાયરતાપૂર્ણ અને ખેદજનક કૃત્ય ગણાવ્યું છે. પ્રધાનમંત્રીએ સીઆરપીએફનાં જવાનોનાં સાહસની પ્રશંસા કરી હતી અને જવાનોની શહીદી વ્યર્થ નહીં જાય તેવું જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “છત્તિસગઢમાં સીઆરપીએફનાં જવાનો પર હુમલો કાયરતાપૂર્ણ અને ખેદજનક છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. આપણને આપણાં સીઆરપીએફ જવાનોની બહાદુરી પર ગર્વ છે. શહીદોની શહાદત વ્યર્થ નહીં જાય. તેમનાં પરિવારજનોને દિલાસો. છત્તિસગઢમાં આજે ઘાયલ થયેલા લોકો વહેલામાં વહેલી તકે સાજાં થઈ જાય તેવી પ્રાર્થના.”

TR