Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સૈનિકોને અંતિમ સલામી આપ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બહાદૂર મેજર સતિશ દહિયા, પેટાટ્રૂપર ધર્મેન્દ્ર કુમાર અને ગનર આશુતોષ કુમારને છેલ્લી સલામી આપી હતી, જેઓ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા.

ઉત્તરપ્રદેશની મુલાકાતથી પરત ફરેલા પ્રધાનમંત્રીએ દિલ્હી એરપોર્ટ પર શહીદોને અંતિમ સલામી આપી હતી.

***