Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જમ્મુ – કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદના નિધન પર શોક વ્યક્ત કર્યો.


પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીએ જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી મુફ્તી મોહમ્મદ સઈદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

તેના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મુફ્તી સાહેબના નિધનથી દેશ અને જમ્મુ-કાશ્મીરમાં એક મોટી ખોટ ઉત્પન્ન થઈ છે, જ્યાં તેમના અનુકરણીય નેતૃત્વથી લોકોના જીવન પર ખૂબ મોટી અસર હતી. તેમની આત્માને શાંતિ મળે. મુફ્તી સાહેબની રાજનીતિજ્ઞતા અલગ દેખાઈ પડતી હતી. લાંબી રાજનીતિક સફર દરમિયાન તેમને રાજનીતિના ક્ષેત્રમાં ઘણાં પ્રશંસકો મળ્યા. પોતાના નેતૃત્વ દ્વારા તેમણે જમ્મુ-કાશ્મીરને હીલિંગ ટચ (દુઃખ દૂર કરનારો સ્પર્શ) પ્રદાન કર્યો. આપણને સૌને તેમની ખોટ સાલશે.”

AP/J.Khunt/GP