Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જાગરણ ફોરમને સંબોધિત કર્યું

પ્રધાનમંત્રીએ જાગરણ ફોરમને સંબોધિત કર્યું

પ્રધાનમંત્રીએ જાગરણ ફોરમને સંબોધિત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (10 ડિસેમ્બર, 2015) નવી દિલ્હીમાં જાગરણ પ્રકાશન સમૂહ દ્વારા આયોજિત જાગરણ ફોરમને સંબોધિત કર્યું.

પ્રધાનમંત્રીએ લોકતંત્રમાં જાગૃતતાના મહત્વ પર ભાર આપવા માટે ‘સતત જાગૃતતા સ્વતંત્રતાનું મૂલ્ય છે’તેમ જણાવ્યું. તેમણે કહ્યું કે જીવંત લોકતંત્ર માટે જન ભાગીદારીની આવશ્યકતા છે. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને યાદ કરતાં કહ્યું કે તેમણે કેવી રીતે સ્વતંત્રતા સંગ્રામને જન આંદોલનમાં બદલી નાખ્યું. તેમણે કહ્યું કે ‘જન આંદોલન’નું આ મોડલ દેશની વિકાસ પ્રક્રિયા પર પણ લાગુ કરવું જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આઝાદી પહેલા કાયદો એના આધારે બનતો હતો કે લોકો પર વિશ્વાસ ના કરવો જોઈએ. પણ હવે આ દ્રષ્ટિકોણ બદલવો જોઈએ.

આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ દસ્તાવેજોના સ્વ-પ્રમાણન, સ્વચ્છ ભારત અભિયાનમાં લોકોની ભાગીદારી અને રસોઈ ગેસ સબસીડી છોડવાના અભિયાનનું ઉદાહરણ આપ્યું.

પ્રધાનમંત્રીએ એ પણ કહ્યું કે, કેવી રીતે પ્રધાનમંત્રી જન-ધન યોજના અને ‘સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ પહેલ સકારાત્મક પ્રભાવ ઉત્પન કરી રહી છે.

પ્રધાનમંત્રીએ ‘ન્યૂનત્તમ સરકાર, અધિકત્તમ સુશાસન’ એટલે કે મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સના દ્રષ્ટિકોણની વ્યાખ્યા કરી અને કહ્યું કે જૂના કાયદા સમાપ્ત કરાઈ રહ્યા છે.

UM/AP/J.Khunt/GP