Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જાતે બની બેઠેલા ગૌ રક્ષકો પર આક્રોશ વ્યક્ત કર્યો, ગૌ રક્ષકોના મહોરા હેઠળ ગુનેગારી કરતા લોકો સામે પગલા લેવા પ્રધાનમંત્રીનો અનુરોધ, માય ગોવ (MY Gov) પ્રારંભને બે વર્ષ પૂરા થવા પ્રસંગે પ્રધાન મંત્રીની અનોખી ટાઉનહોલ ચર્ચા


પ્રધાનમંત્રી , શ્રી નરેન્દ્ર મોદી એ આજે જાતે બની બેઠેલો ” ગૌરક્ષકો ” કે જે “ગૌ રક્ષાના નામે પોતાની દુકાનો ચલાવે છે” તેમના પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. સહભાગી શાસન વ્યવસ્થા માટેના સરકારના વેબ પ્લેટફોર્મ માય ગોવ (MY Gov) ના પ્રારંભને બે વર્ષ પૂરા થવા પ્રસંગે યોજાયેલી પ્રધાન મંત્રી સાથેની અનોખી ટાઉનહોલ ચર્ચામાં તેમણે આવા લોકોનું ડોઝીયર બનાવવા માટે કહ્યું હતું. પ્લાસ્ટિકના વપરાશને કારણે ગાયો કેવી રીતે મોતને ભેટે છે તેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે જો લોકો સાચા આર્થમાં ગાયોના કલ્યાણ અંગે ચિંતા ધરાવતા હોય તેમણે ગાયો (ચારા તરીકે) પ્લાસ્ટીકનો વપરાશ કરે નહી તેની ખાત્રી માટે પોતાના પ્રયાસો સમર્પિત કરવા જોઈએ.

પ્રધાન મંત્રીશ્રીએ સારા શાસન, વિદેશ નીતિ અને સહભાગી લોકશાહી પ્રણાલી જેવા વિવિધ વિષયો ઉપર અનેક સવાલોના જવાબ આપ્યા હતા.

તેમણે કહ્યું કે જો કોઈ એમ માનતું હોય કે પોતાની ભૂમિકા મતદાન પછી પૂરી થઈ જાય છે તો, તે લોકશાહી અંગેની અધૂરી ભાવના ગણાય. સહભાગી લોકશાહી વ્યવસ્થા આવશ્યક છે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લાસ્ટ માઈલ ડીલીવરી (છેલ્લે સુધી પહોંચે તેવી વ્યવસ્થા) પણ નીતિ જેટલી જ મહત્વની બાબત છે. યોજનાઓના લાભો ઈચ્છિત લાભાર્થી સુધી પહોંચવા જ જોઈએ. તેમણે કહ્યું કે સુશાસનનો અર્થ એવી પ્રક્રિયાઓ થાય છે કે જે બિન જરૂરી હોય તેનું અસ્તિત્વ જ ન રહે. સરકારની ફરિયાદો સાંભળવાની પધ્ધતિઓ લોકશાહીની સૌથી મોટી તાકાત છે., તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જો કોઈ એક વિભાગ કે જે અર્થતંત્રને ઊર્જા પૂરી પાડતો હોય તો તે ખેતી છે. તેમણે કહ્યું કે લાસ્ટ માઈલ ડીલીવરી (છેલ્લે સુધી પહોંચે તેવી વ્યવસ્થા) નું નીતિ જેટલું જ મહત્વ છે. રૂર્બન મિશન (ગામડા અને શહેરોને સમાવતા મિશન)નો ઉલ્લેખ કરીને પ્રધાન મંત્રીશ્રી એ કહ્યું કે તેમનું ધ્યેય, ગામડાનો આત્મા જાળવી રાખીને ગ્રામ વિસ્તારોને આધુનિક સુખ સગવડો પહોંચાડવાનું છે.

હાથ શાળનું પ્રધાનમંત્રીશ્રીએ એ રીતે વર્ણન કર્યું કે ” ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન ” એ એક એવો સિધ્ધાંત છે કે જે લોકો માટે માર્ગદર્શક બની શકે છે.

પ્રધાનમંત્રીએ “ઈન્ડિયા ફર્સ્ટ ” વિદેશ નીતિના મહત્વના વિષય તરીકે ઓળખાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય સમુદાયે અન્ય રાષ્ટ્રો સાથે દેશને જોડવામાં મહત્વની ભૂમિકા બજાવી છે.

પ્રધાનમંત્રીએ તેમની ચર્ચા દરમિયાન આરોગ્ય અને પ્રવાસનના વિષયની પણ વાત કરી હતી. આ વાત લગભાગ 100 મિનીટ ચાલી હતી.

આ અગાઉ પ્રધાનમંત્રીએ મંચ ઉપર મન કી બાત રેડીયો પ્રોગ્રામ અને માય ગવ (MY Gov) પ્લેટફોર્મ ઉપર પ્રદાન કરનારા લોકો અંગે ટૂંકમાં વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ એક નવી પીએમઓ એપનો પ્રારંભ કર્યો હતો અને આ એપ વિકસાવવામાં સહાય કરનારા યુવકોને પણ મળ્યા હતા.

TR