Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી યાસુહિરો નાકાસોનના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ રાજનેતા અને જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી યાસુહિરો નાકાસોનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “સુપ્રસિદ્ધ રાજનેતા અને જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી યાસુહિરો નાકાસોનના નિધન પર શ્રદ્ધાંજલિ. આપણે એમની ભારતની યાદગાર મુલાકાતને હંમેશા યાદ કરીશું, જે 23 વર્ષો પછી કોઇ જાપાની પ્રધાનમંત્રીની પ્રથમ યાત્રા હતી.

આપણા દ્વિપક્ષીય સંબંધોના સંવર્ધનમાં શ્રી યાસુહિરો નાકાસોનનું બહુમુલ્ય યોગદાન છે. એમને સમકાલીન ભારત-જાપાન મિત્રતાના શિલ્પકાર તરીકે હંમેશા યાદ કરવામાં આવશે.”

 ***

RP