Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જીસેટ-11નાં સફળ પ્રક્ષેપણ પર ઇસરોને અભિનંદન પાઠવ્યાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીસેટ-11નાં સફળ પ્રક્ષેપણ પર ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા – ઇસરોને અભિનંદન પાઠવ્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણાં અંતરિક્ષ કાર્યક્રમોમાં આ પ્રક્ષેપણ સીમાચિહ્નરૂપ છે, જે અંતરિયાળ વિસ્તારોને જોડીને કરોડો ભારતીયોનું જીવન પરિવર્તન કરશે. ભારતનો સૌથી વજનદાર, મોટો અને અત્યાધુનિક સંચાર ઉપગ્રહ જીસેટ-11નાં સફળ પ્રક્ષેપણ માટે ઇસરોને અભિનંદન.

દેશને હંમેશા નવીન અભિગમ અને ઉપલબ્ધિઓ તથા સફળતાનાં ઉચ્ચ માપદંડો સ્થાપિત કરનાર આપણા વૈજ્ઞાનિકો પર ગર્વ છે. એમનું ઉલ્લેખનીય કાર્ય દરેક ભારતીયો માટે પ્રેરણાદાયક છે.”

NP/RP