પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી જ્યોર્જ ફર્નાન્ડિઝનાં અવસાન પર શોકની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “જ્યોર્જ સાહેબે ભારતનાં શ્રેષ્ઠ રાજકીય નેતૃત્વને રજૂ કર્યું હતું.
તેઓ નિખાલસ અને નિર્ભય, સ્પષ્ટ અને દીર્ઘદ્રષ્ટા હતાં. તેમણે આપણાં દેશમાં કિંમતી પ્રદાન કર્યું હતું. તેઓ ગરીબો અને વંચિતોનાં અધિકારો માટે સૌથી વધુ અસરકારક અવાજ બન્યાં હતાં.
એમનાં નિધનથી વ્યથિત અને દુઃખી છું.
જ્યારે આપણે શ્રી જ્યોર્જ ફર્નાન્ડિઝનો વિચાર કરીએ છીએ, ત્યારે આપણને હંમેશા ટ્રેડ યુનિયનનાં પ્રસિદ્ધ લડાયક લીડર યાદ આવે છે, જેઓ ન્યાય માટે લડ્યાં હતાં. તેઓ એવા લીડર હતાં, જેઓ શક્તિશાળી હોવાની સાથે વિનમ્ર હતાં. તેઓ દીર્ઘદ્રષ્ટા રેલવે મંત્રી અને શ્રેષ્ઠ સંરક્ષણ મંત્રી હતાં, જેમણે ભારતને સુરક્ષિત અને મજબૂત બનાવ્યું હતું.
તેમણે જાહેર જીવનમાં ઘણાં વર્ષો પસાર કર્યા હતાં. આ દરમિયાન જ્યોર્જ સાહેબ પોતાની રાજકીય વિચારસરણીથી ક્યારેય વિચલિત થયાં નહોતાં. તેમણે કટોકટીનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. તેમની સરળતા, સાદગી અને માનવતા નોંધપાત્ર હતી. આ મુશ્કેલ ક્ષણોમાં હું તેમનાં પરિવારજનો, મિત્રો અને લાખો શોકયુક્ત લોકો સાથે છું. તેમનાં આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના.”
NP/J.Khunt/GP
George Sahab represented the best of India’s political leadership.
— Narendra Modi (@narendramodi) January 29, 2019
Frank and fearless, forthright and farsighted, he made a valuable contribution to our country. He was among the most effective voices for the rights of the poor and marginalised.
Saddened by his passing away.
When we think of Mr. George Fernandes, we remember most notably the fiery trade union leader who fought for justice, the leader who could humble the mightiest of politicians at the hustings, a visionary Railway Minister and a great Defence Minister who made India safe and strong.
— Narendra Modi (@narendramodi) January 29, 2019
During his long years in public life, George Sahab never deviated from his political ideology. He resisted the Emergency tooth and nail. His simplicity and humility were noteworthy. My thoughts are with his family, friends and lakhs of people grieving. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) January 29, 2019