Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડીએવી કોલેજ મેનેજમેન્ટ સમિતિ દ્વારા યોજાયેલા “નયી દિશા, નયા સંકલ્પ” કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ડીએવી કોલેજ મેનેજમેન્ટ સમિતિ દ્વારા યોજાયેલા “નયી દિશા, નયા સંકલ્પ” કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દયાનંદ એન્ગ્લો વૈદિક (ડીએવી) કોલેજ મેનેજમેન્ટ સમિતિ દ્વારા યોજાયેલા નયી દિશા, નયા સંકલ્પ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સ્વામી દયાનંદ આજે પણ લોકોને પ્રેરણા આપી રહ્યા છે. તેમણે કહ્યું કે આઝાદી માટે થયેલા 1857ના વિદ્રોહની પૃષ્ઠભૂમિમાં આર્ય સમાજની સ્થાપના થઈ હતી. આર્ય સમાજે અંધવિશ્વાસ સામે અવાજ ઉઠાવ્યો અને સામાજિક સુધારા માટે એક શક્તિ તરીકે કાર્ય કર્યાં.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નવા સંકલ્પથી ભારતની છબિ વૈશ્વિક સ્તરે વધુ ઉન્નત બનાવવી જોઈએ અને એ જ સ્વામી દયાનંદને સાચી શ્રદ્ધાંજલિ હશે. તેમણે કહ્યું કે ડીએવીના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની વિશાળ શક્તિ જો કેટલાક મુદ્દાઓ પર કામ કરવાનો સંકલ્પ લે તો થોડા જ સમયમાં તેઓ સાથે મળીને મહત્ત્વપૂર્ણ પરિણામ હાંસલ કરી શકે છે. તેમણે કહ્યું કે 21મી સદીના આધુનિક અને વૈજ્ઞાનિક ભારતના સર્જનના નિરંતર પ્રયાસો થવા જોઈએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ડીએવી કોલેજ મેનેજમેન્ટ સમિતિએ સ્વચ્છ ગંગાના અભિયાનમાં પોતાનો સહયોગ આપવાની રજૂઆત કરી છે. આ રજૂઆતને આવકારતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ એવું અભિયાન છે, જે જનતાની ભાગીદારી દ્વારા જ સફળ થઈ શકે છે.

પ્રધાનમંત્રીએ યુવાનોના ફાયદા માટે મુદ્રા યોજના, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા અને કૌશલ્ય વિકાસ જેવી વિવિધ સરકારી યોજનાઓ અંગે પણ જણાવ્યું હતું.

AP/J.Khunt