પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ડૉ. મુખર્જીને એક પ્રખર દેશભક્ત, વિદ્વાન અને રાજનેતા તરીકે ગણાવ્યા જેમણે પોતાનું જીવન ભારતના વિકાસ માટે સમર્પિત કરી દીધું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીની અડગ શ્રદ્ધા, જાહેર જીવનમાં હિંમત અને રાષ્ટ્રીય હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. તેમણે નોંધ્યું હતું કે ડૉ. મુખર્જીનું બલિદાન દેશની સામૂહિક સ્મૃતિમાં હંમેશા અંકિત રહેશે.
ડૉ. મુખર્જીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર અને સમાજની નિઃસ્વાર્થ સેવામાં સમર્પિત કર્યું હતું. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે ડૉ. મુખર્જીના પ્રખર વિચારો અને આદર્શો દેશની દરેક પેઢીને માતૃભૂમિની સેવા કરવા માટે પ્રેરણા આપતા રહેશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું હતું:
“न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः।
परेण नाकं निहितं गुहायां विभ्राजते यद्यतयो विशन्ति॥”
સુભાષિતમ્ એ વાત પર ભાર મૂકે છે કે અમરત્વ કાર્યો, સંપત્તિ કે વંશ દ્વારા નહીં પરંતુ બલિદાન અને ઉમદા આદર્શો પ્રત્યે સંપૂર્ણ સમર્પણ દ્વારા પ્રાપ્ત થાય છે. જે ઉમદા આત્માઓ રાષ્ટ્ર, સમાજ અને સત્ય માટે પોતાના અંગત હિતોનો ત્યાગ કરે છે તેઓ સમયની મર્યાદાઓ પાર કરીને લોકોના હૃદયમાં અમર બની જાય છે.
પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું; “તેમના બલિદાન દિવસ પર, હું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જે એક પ્રતિષ્ઠિત દેશભક્ત, વિદ્વાન અને રાજનેતા હતા જેમણે પોતાનું જીવન ભારતના વિકાસ માટે સમર્પિત કર્યું હતું. તેમની અડગ શ્રદ્ધા, જાહેર જીવનમાં હિંમત અને રાષ્ટ્રીય હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. ડૉ. મુખર્જીનું બલિદાન આપણી સામૂહિક સ્મૃતિમાં અંકિત છે. તેમણે જીવનના અંતિમ શ્વાસ સુધી જે મૂલ્યોને જાળવ્યા અને જેની સેવા કરી, તે મૂલ્યોના માર્ગદર્શન હેઠળ એક મજબૂત અને વિકસિત ભારતના નિર્માણ માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.”
“નિઃસ્વાર્થ ભાવથી રાષ્ટ્ર અને સમાજની સેવામાં આજીવન સમર્પિત રહેલા દેશના મહાન વ્યક્તિ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીજીને તેમના બલિદાન દિવસ પર આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ. તેમના ગહન વિચારો અને આદર્શો દેશની દરેક પેઢીને માતૃભૂમિની સેવા માટે પ્રેરિત કરતા રહેશે.
न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः।
परेण नाकं निहितं गुहायां विभ्राजते यद्यतयो विशन्ति॥”
On his Balidan Diwas, I pay homage to Dr. Syama Prasad Mookerjee, a distinguished patriot, scholar and statesman who dedicated his life to India’s development. His unwavering conviction, courage in public life and commitment to national interest continue to inspire generations.…
— Narendra Modi (@narendramodi) June 23, 2026
SM/BS/JD
On his Balidan Diwas, I pay homage to Dr. Syama Prasad Mookerjee, a distinguished patriot, scholar and statesman who dedicated his life to India’s development. His unwavering conviction, courage in public life and commitment to national interest continue to inspire generations.…
— Narendra Modi (@narendramodi) June 23, 2026
निःस्वार्थ भाव से राष्ट्र और समाज की सेवा में आजीवन समर्पित रहे देश की महान विभूति डॉ. श्यामा प्रसाद मुखर्जी जी को उनके बलिदान दिवस पर आदरपूर्ण श्रद्धांजलि। उनके प्रखर विचार और आदर्श देश की हर पीढ़ी को मातृभूमि की सेवा के लिए प्रेरित करते रहेंगे।
— Narendra Modi (@narendramodi) June 23, 2026
न कर्मणा न प्रजया धनेन… pic.twitter.com/UcpcRY4aJl