Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઢાંકામાં આતંકવાદી હુમલામાં થયેલી જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઢાંકામાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોના મૃત્યુ પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રી કહ્યું હતું કે, “ઢાંકામાં થયેલા હુમલાના દુઃખને આપણે શબ્દોમાં વ્યક્ત ન કરી શકીએ. મેં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે વાત કરી છે અને કડક શબ્દોમાં આ ધૃણાસ્પદ હુમલાને વખોડી નાંખ્યો છે. ભારત આ મુશ્કેલ સ્થિતિ સંજોગોમાં બાંગ્લાદેશના ભાઈ-બહેનો સાથે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “મારી લાગણી પીડિત પરિવારો સાથે છે. હું ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરું છું.”

J.Khunt