Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તમિલનાડૂમાં ચક્રાવાતને કારણે જાનહાની થવા પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડૂમાં ચક્રાવાતને કારણે જાનહાની થવા પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “તમિલનાડૂના અમુક ભાગોમાં ચક્રાવાતની સ્થિતિને કારણે જે લોકોએ જીવ ગુમાવ્યા છે, એમના પરિવારજનો સાથે મારી સંવેદના વ્યક્ત કરુ છુ. હું ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરુ છુ. અધિકારીઓ ચક્રવાતના પગલે શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છે.

રાજ્યમાં ચક્રાવાતને કારણે ઉભી થયેલી પરિસ્થિતિના સંદર્ભમાં મેં તમિલનાડૂના મુખ્યમંત્રી શ્રી એડાપ્પડી કે. પલાનીસ્વામી સાથે વાત કરી છે. મેં એમને કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવ મદદ ઉપલબ્ધ કરાવવા માટે ખાતરી આપી છે. હું તમિલનાડૂના લોકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરુ છુ.”

 

 

RP