Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તાજિકિસ્તાનના લોકોને સ્વતંત્રતા દિવસના અવસરે શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજિકિસ્તાનની જનતાને તેમના સ્વતંત્રતા દિવસ પર શુભકામના પાઠવી છે.

પ્રધાનમંત્રી એ કહ્યું કે “તાજિકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર હું તાજિકિસ્તાનની જનતાને શુભકામના પાઠવું છું. ભારતના તાજિકિસ્તાન સાથે ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યા છે. બંને દેશ ખેતી, પરસ્પર સંપર્ક વધારવા, વ્યાપાર અને રક્ષાના ક્ષેત્રમાં પોતાના સંબંધોને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે.”

UM/AP/J.Khunt/GP