Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દમણના નમો એરપોર્ટ પર આધુનિક ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ દમણના નમો એરપોર્ટ પર આધુનિક ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સાંજે દમણના નમો એરપોર્ટ પર એક આધુનિક ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ નવી સુવિધા કેન્દ્રશાસિત પ્રદેશની વધતી જતી માળખાકીય જરૂરિયાતોને અસરકારક રીતે પૂરી કરશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ ટર્મિનલ બિલ્ડિંગ આ પ્રદેશમાં પ્રવાસન અને વ્યાપારી પ્રવૃત્તિઓ બંનેને નોંધપાત્ર વેગ આપવા માટે તૈયાર છે.

પ્રધાનમંત્રીએ ‘X’ પર પોસ્ટ કર્યું:

“દમણના નમો એરપોર્ટને એક આધુનિક ટર્મિનલ બિલ્ડિંગ મળ્યું છે જે આ કેન્દ્રશાસિત પ્રદેશની વધતી જતી માળખાકીય જરૂરિયાતોને પૂરી કરશે. તે પ્રવાસન અને વ્યાપારી પ્રવૃત્તિઓને વેગ આપશે. આજે સાંજે આ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરીને આનંદ થયો.”

SM/IJ/JD