Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં આગની દુ:ખદ ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં લાગેલી દુ:ખદ આગને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં આગમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ.ની એક્સ-ગ્રેશિયા પણ જાહેર કરી છે.  અને આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી રૂ. 50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ  કર્યું;

દિલ્હીમાં દુ:ખદ આગને કારણે થયેલી જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”

પ્રધાનમંત્રી કાર્યાલયે કર્યું;

“PMNRF તરફથી 2 લાખ રૂપિયા દિલ્હીમાં આગમાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે : PM @narendramodi”

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]