Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દુબઈના શાસકના પુત્રના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના પ્રધાનમંત્રી તથા ઉપરાષ્ટ્રપતિ તથા દુબઈના શાસક એચ. એચ. શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતૂમને પત્ર લખીને તેમના પુત્ર એચ. એચ. શેખ રાશિદ બિન મોહમ્મદ અલ-મકતૂમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

તેમણે લખ્યું કે, “મને તમારા પ્રતિભાશાળી પુત્ર શેખ રાશિદ બિન મોહમ્મદ અલ-મકતૂમના અચાનક તથા અસમય નિધનના સમાચાર જાણીને ખૂબ દુઃખ થયું છે.

તેમના નિધનની સાથે જ, એક પ્રતિભાશાળી તથા કાબેલ ભવિષ્ય સમાપ્ત થઈ ગયું છે. વ્યક્તિગત દુઃખના આ સમયમાં, અમારી સંવેદનાઓ તથા પ્રાર્થનાઓ આપને, આપના પરિવારને તથા યુએઈની જનતાની સાથે છે.

તેમણે પોતાના પત્રમાં લખ્યું – ભારતની જનતા આ અપૂરણીય ક્ષતિ તથા શોકના સમયમાં યુએઈના પોતાના ભાઈ-બહેનોની સાથે છે.

UM/J.Khunt/GP