Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દુબઈમાં ભારતીય સમુદાયના સ્વાગત સમારોહમાં કરેલા સંબોધનનો મૂળપાઠ, 11-02-2018

પ્રધાનમંત્રીએ દુબઈમાં ભારતીય સમુદાયના સ્વાગત સમારોહમાં કરેલા સંબોધનનો મૂળપાઠ, 11-02-2018

પ્રધાનમંત્રીએ દુબઈમાં ભારતીય સમુદાયના સ્વાગત સમારોહમાં કરેલા સંબોધનનો મૂળપાઠ, 11-02-2018

પ્રધાનમંત્રીએ દુબઈમાં ભારતીય સમુદાયના સ્વાગત સમારોહમાં કરેલા સંબોધનનો મૂળપાઠ, 11-02-2018


મારા માટે મોટા સૌભાગ્યની વાત છે કે મને ફરી એક વખત તમારા સૌના દર્શન કરવાનો અવસર મળ્યો છે.

2016માં અબુધાબીના મહામહિમ પ્રિન્સ ભારત આવ્યા હતા. 2017માં આપણા અત્યંત મહત્વપૂર્ણ ગણતંત્ર પર્વના તેઓ મુખ્ય મહેમાન હતા. કદાચ ઘણા દશકો પછી ભારતના ખાડી દેશોની સાથે આટલો ઉંડો અને વ્યાપક અને આટલો વાઈબ્રન્ટ સંબંધ બન્યો છે.

આજે એજ તે ખાડીના અન્ય દેશો, આપણો સંબંધ માત્ર ખરીદનાર અને વેચનારનો નથી રહ્યો એક ભાગીદારીનો બન્યો છે. ભારત એ વાત માટે ગર્વ કરે છે કે ખાડી દેશોમાં 30 લાખથી વધુ ભારતીય સમુદાયના લોકો અહીંની વિકાસ યાત્રામાં ભાગીદાર થયા છે. હું ખાડીના દેશોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું, અભિનંદન કરું છું. તેમણે આપણા દેશના 30 લાખથી વધુ લોકોને અહીં ભારતની બહાર જેમ કે તેમનું બીજું ઘર હોય તે પ્રકારનું ઉત્તમ વાતાવરણ આપ્યું છે.

ભારતીય સમુદાયે પણ પોતાનું જ ઘર માનીને એજ પ્રતિબદ્ધતાની સાથે તેટલા જ પરિશ્રમની સાથે અહીંના લોકોના સ્વપ્નોને સાકાર કરવા માટે પોતાના સ્વપ્નોને પણ અહીં જોયા છે. એક પ્રકારથી માનવ સમૂહની ભાગીદારીનું આ એક ઉત્તમ ઉદાહરણ આપણે ખાડીના દેશોમાં અનુભવી રહ્યા છીએ યુએઈમાં અનુભવી રહ્યા છીએ. ઘણા લોકોને જ્યારે આશ્ચર્ય થયો કે મહામહિમ પ્રિન્સે, જ્યારે હું પહેલા અબુધાબીમાં આવ્યો ત્યારે મંદિર બનાવવાની વાત આગળ વધારી. હું એ બાબતે મહામહિમ પ્રિન્સનો દરેક સવા સો કરોડ હિન્દુસ્તાની તરફથી હૃદયપૂર્વક આભાર માનું છું. મંદિરના નિર્માણ અને એ પણ સદભાવના સેતુના રૂપમાં.

આપણે એજ પરંપરામાં ઉછર્યા છીએ જ્યાં મંદિર એ માનવતાનું એક માધ્યમ છે. પવિત્ર સ્થાન, માનવતાનું,  સંવાદિતાનું એક સાર્વત્રિક માધ્યમ છે. મને વિશ્વાસ છે કે સ્થાપત્યની દ્રષ્ટિથી, આધુનિક પદ્ધતિની દ્રષ્ટિથી, સંદેશાની દ્રષ્ટિથી આ મંદિર પોતાનામાં એક અદભૂત તો હશે પરંતુ આ વિશ્વ સમુદાયને વસુધૈવ – કુટુંમ્બકમ્ જે મંત્રને આપણે જીવીએ છીએ એ મંત્રનો અનુભવ કરાવવાનો પણ અવસર પ્રાપ્ત થયો છે અને તેના કારણે ભારતની એક પોતાની ઓળખ પણ બનાવવાનું એક માધ્યમ બનશે.

હું મંદિર નિર્માણ સાથે જોડાયેલ સૌને આગ્રહ કરું છું કે અહીંના શાસકોએ ભારત પ્રત્યે એટલું સન્માન દર્શાવ્યું છે. ભારતની સાંસ્કૃતિક પરંપરાઓનું આટલું ગૌરવ કર્યું છે એ આપણી જવાબદારી છે, આપણાથી કોઈ ચૂંક ન રહી જાય, કોઈ ભૂલ ન થઈ જાય.

માનવતાના ઉદ્ધાંત આદર્શો અને વિચારોને કોઈ ક્ષતિ ન પહોંચે તેની જવાબદારી આ મંદિર નિર્માણ સાથે જોડાયેલા અને મંદિર સાથે જોડાનારા ભાવિ ભક્તો માટે પણ એ ઘણી જ અનિવાર્ય બાબત છે. એવી મારી આપ સૌની પાસે અપેક્ષા છે.

આજે દેશનો વિકાસ નવી ઉંચાઈઓને આંબી રહ્યો છે. એ ભારત માટે સન્માનનો વિષય છે કે આજે એક વૈશ્વિક સ્તરના સંમેલનમાં ભારતને ખાસ સન્માન અપાઈ રહ્યું છે. મને અંહી સંબોધન કરવા માટે નિમંત્રણ મળ્યું છે. અહીં તમારા માટે ભારતની જાણકારી મેળવવી અઘરી નથી. જો હું કોઈ બે વાત કહીશ તો તમે દસ વાત કહેશો એટલી તમને ભારતની માહિતી છે. અને એક પ્રકારે અહિંયા લઘુ ભારત વસ્યું છે. હિન્દુસ્તાનનો કોઈ ખૂણો એવો નહી હોય કે જેનું પ્રતિનિધિત્વ અહીં નહીં હોય અને એટલે જ ભારત કેટલી ગતિથી બદલાઈ રહ્યું છે, સવા સો કરોડ ભારતીય પોતાના સ્વપ્નોને પૂર્ણ કરવા માટે કેટલા આત્મવિશ્વાસથી આગળ વધી રહ્યા છે, એનો તમે ખૂબ સારી રીતે અનુભવ કરી શકો છો.

અમે એ દિવસો પણ જોયા છે જ્યારે ચલો જવા દો યાર, કંઈ થવાનું નથી. ચલો યાર બિસ્તરા ઉઠાવો ક્યાંક બીજે જતા રહીએ. નિરાશા, આશંકા, મુંઝવણના કેટલાય કાલખંડમાંથી આપણે પસાર થયા છીએ.

એક સમય હતો જ્યારે દેશમાં એક સામાન્ય માણસ સવાલ કરતો હતો શું આ સંભવ છે ? આ થશે શું. ? શું આપણે ત્યાં પણ થઈ શકે છે ? આવા જ સવાલોમાં સામાન્ય માનવી ફસાયેલો હતો. અને ત્યાંથી ચાલતા-ચાલતા ચાર વર્ષની અંદર દેશ અહીં આવી ગયો કે આજે દેશ એ નથી પૂછતો કે, એ નથી વિચાર તો કે થશે કે નહીં થાય, કે શું શક્ય છે કે નહીં. ચલો યાર મગજ કોણ બગાડશે, એ મનોસ્થિતિમાંથી આજે આ મનોસ્થિતિ અહીં પહોંચી છે. મોદીજી બતાવો ક્યારે થશે, આ સવાલમાં ફરીયાદ નથી આ સવાલમાં વિશ્વાસ છે કે થશે તો અત્યારે જ થશે.

2014માં વૈશ્વિક સ્તર પર ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આપણે 142માં નંબર પર હતા. એટલે કે પાછળથી ગણીએ તો થોડું સરળ થઈ જશે આગળથી ગણવામાં ઘણી વાર લાગશે. દુનિયામાં ક્યારેય કોઈ દેશ આટલા ઓછા સમયમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર 42નો કુદકો લગાવીને 100ના સ્થાન પર પહોંચ્યો નથી. પરંતુ કોઈ એ ન વિચારે કે અમે અહીં રોકાવા માટે આવ્યા છીએ. અમે હજુ વધારે ઉપર જવા ઈચ્છીએ છીએ અને એના માટે જ્યાં નીતિગત પરિવર્તન કરવું પડશે, જ્યાં રણનીતિમાં પરિવર્તન કરવું પડશે, જ્યાં અમલીકરણ કે રોડ મેપમાં પરિવર્તન કરવું પડશે, જ્યાં સંસાધનોની પ્રક્રિયાઓમાં પરિવર્તન કરવું પડશે, જે પણ જરૂરી હશે તે પગલાં ઉપાડીને ભારતને જેટલું થઈ શકે તેટલું ઝડપથી ગ્લોબલ બેન્ચ માર્કની બરાબરીમાં લાવવું છે.

વૈશ્વિકીકરણ એ વસ્તુ એવી છે કે આપણે તો જ્યાં છીએ ત્યાં બેસીએ અને દુનિયાના ફાયદા ઉઠાવતા ચાલતા જઈએ, જી નહીં વૈશ્વિકીકરણ એ વસ્તુ છે જેમાં આ વિશ્વના દરેક લોકોએ પોતાનું દાયિત્વ નિભાવતા દરેકની સાથે જોડાતા, દરેકની પાસેથી કંઈક શીખતા, દરેકને સાથે લઈને એ ઉંચાઈઓને પ્રાપ્ત કરવાની છે જે દુનિયાના છેલ્લા ખૂણા પર બેઠેલો દેશ હોય કે વ્યક્તિ તેના કલ્યાણ માટે પણ કામ આવે અને ત્યારે જઈને તે સાચા અર્થમાં વસુધૈવ કુટુંમ્બકમ અને આપણે તે જીતીને બતાવી શકીએ છીએ.

ભારત પોતાની વૈશ્વિક જવાબદારીને નિભાવવા માટે, નિયતિએ તેના માટે કેટલીક જવાબદારીઓ આપી છે, આજે દુનિયા કહી રહી છે કે 21મી સદી એશિયાની સદી છે. તો એવું નથી કે એ આવી રીતે આવે, ટપકી જાય અને આપણે આમ હાથ કરીને ઉભા રહીએ અને હાથમાં આવી જાય.

21મી સદીને એશિયાની સદી બનાવવા માટે પરિશ્રમ કરવો પડશે. તત્કાલીન લાભ થાય કે ન થાય. પરંતુ લાંબા સમયના લાભ માટે આપણે પગલાં લેવા પડશે. મહાત્મા ગાંધી હંમેશા શ્રેય અને પ્રિય બંનેની ચર્ચા કરતા હતા. શું એ જ કાર્ય કરવું જે પ્રિય હોય કે એ કામ કરવું જે શ્રેય હોય. અમારા પ્રયત્નો એ છે કે શ્રેયસ્કર કામો તરફ પગલા ઉઠાવતા જઈએ, ટુંકાગાળામાં તે કદાચ પ્રિય લાગે કે ન લાગે પરંતુ એ એવા શ્રેયસ્કર હશે કે સમય જતા પ્રિય લાગવા માંડશે.

કેટલાક સામર્થ્યવાન લોકો હોય છે, તેમને કોઈપણ પગલા તાત્કાલિક પ્રિય લાગે છે. કેટલા લોકોને મુશ્કેલી પડે છે કે થોડી વાર લાગે છે. જો નોટબંધી કરું છું તો દેશના ગરીબને તરત સમજમાં આવી જાય છે કે આ યોગ્ય દિશામાં મજબૂત પગલું છું. પરંતુ જેની રાતોની ઉંઘ જતી રહી હોય તે બે વર્ષ પછી હજુ પણ રોઈ રહ્યા છે.

7 વર્ષમાં જીએસટી કાયદો હશે, નહીં હોય, ચાલતુ હતું, થઈ ગયો. હવે એ સાચું છે કે આપણે પણ વર્ષોથી એક મકાનમાં રહેતા હતા. હવે બીજા મકાનમાં જઈએ. રાત્રે ઘણો આનંદ છે ઘણું સરસ નવું મકાન બનાવ્યું છે, પરંતુ જ્યારે સવારે ઉંઘ ઉડે છે તો આદતથી મજબૂર ડાબી બાજુ બાથરૂમ સમઝી ત્યાં જ જતાં રહીએ છીએ અને દિવાલ સાથે અથડાઈએ છીએ. પછી ખબર પડે છે કે આ તો નવું ઘર છે અહીં બાથરૂમ જમણી બાજુ પર છે. એ સૌનો અનુભવ છે કે નથી. જો એક માણસના જીવનમાં પણ બદલાવથી આટલી મુશ્કેલીઓ થતી હોય તો 70 વર્ષ જૂની વ્યવસ્થા હોય અને સવા સો કરોડનો દેશ હોય, ટેવ પડી ગઈ હોય, બે-ત્રણ બેઢી એજ આદતોમાં જીવી હોય. એમાંથી જ્યારે બદલાવ લાવવો હોય તો મુશ્કેલી તો થાય છે, પરંતુ આ શ્રેયસ્કર છે.

મહાત્મા ગાંધીએ જે માર્ગ બતાવ્યો હતો તે માર્ગ છે અને આજે એટલા ઓછા સમયમાં જીએસટીની ઘણી મુશ્કેલીઓને દૂર કરતા-કરતા આજે એક વ્યવસ્થા અંતર્ગત સ્વીકૃતિ મેળવીને આગળ વધી રહ્યા છીએ. દેશ બદલાઈ રહ્યો છે.

કાલે હું અબુ ધાબીમાં હતો, કેટલાય કરારો કર્યા. લોઅર જાકુમ કન્સેશન એગ્રીમેન્ટ મિડલ ઇસ્ટ અપસ્ટ્રીમ અંતર્ગત ભારતીય કંપનીનું પહેલીવાર રોકાણ થવું એ ભાગીદારીનું એક ઉજ્જવળ પાસું શરૂ થયું છે. મારો કહેવાનો મતલબ એટલો છે કે હું આજે આગળના કાર્યક્રમ માટે મારે પહોંચવાનું છે. એટલે લાંબો સમય તમારો નથી લઈ રહ્યો. પરંતુ તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા, આટલો પ્રેમ આપ્યો, ત્યાં તો મારી નજર પણ નથી પહોંચતી. હું તમારો હૃદયથી ખૂબ ખૂબ આભારી છું. હું મારી યાત્રા ખૂબ જેટ ગતિવાળી યાત્રા છે. હું લગભગ 70-80 કલાકમાં, મેં પાંચ દેશોની યાત્રા કરીની પાછો જવાનો છું. જોર્ડન, પેલેસ્ટાઈન, અબુ-ધાબી અત્યારે દુબઈ અને અહીં કાર્યક્રમ કર્યા બાદ મારે ઓમાન જવાનું છે. ત્યાં પણ આટલી મોટી સંખ્યામાં ભારતીય જન સમુદાયને આજે સાંજે, મને તેમના પણ દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. તેમને પણ કંઈક ને કંઈક વાતો જણાવવાનું છે. પરંતુ હું ફરી એકવાર તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હું તમને વિશ્વાસ અપાવું છું કે જે સપનાઓ તમે જોઈ રહ્યા છો. જે સપના તમારા સ્વજનો ભારતની આ ધરતી પર જોઈ રહ્યા છે. આપણે સૌ મળીને સમયમર્યાદા પહેલા તે સ્વપ્નોને પૂર્ણ કરીશું. એ વિશ્વાસ હું તમને આપું છું કે ફરી એકવાર તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.

NP/J.Khunt/GP