Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દેશભરમાં ઉજવાઈ રહેલા તહેવારો પર લોકોને શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના અલગ-અલગ ભાગોમાં ઉજવાઈ રહેલા વિભિન્ન તહેવારો બૈસાખી, વૈશખાદી, મસાદી, બોહાગ બિહુ, પોએલા વોએશાખ વિશુ, મહા વિશુબા સંક્રાંતિ અને પુથાંદુના ઉલ્લાસ ભર્યા અવસર પર લોકોને શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ આશા દર્શાવી છે કે આ તહેવારથી માનવ જાતિ માટે સુખ અને સમૃદ્ધિની શરૂઆત થશે.
પ્રધાનમંત્રીએ કહ્યું, ‘આગામી વર્ષ લોકો, ખાસ કરીને યુવાનોની આકાંક્ષાઓને નવો વિસ્તાર આપે અને બધાની વચ્ચે સદભાવ તેમજ આનંદનો ફેલાવો કરે.’

AP/J.Khunt/GP