Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દેશભરમાં ઉજવાઇ રહેલા વિવિધ તહેવારો નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઉજવાઇ રહેલા વિવિધ તહેવારો નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, સૌ દેશવાસીઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. હું કામના કરુ છું કે નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય લઇને આવે. આપણો દેશ ઉન્નતિના રસ્તે વધુ તેજ ગતિએ અગ્રેસર બને.

સૌને ઉગાદીની શુભેચ્છાઓ. આ શુભ અવસર પર હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય. સૌના માટે ખુશી અને વધુ સારા આરોગ્યની કામના કરું છું.

સાજિબુ નોંગ્મા પાનબા ચિરોબાના અવસરે મણિપુરના નિરાળા લોકોને શુભેચ્છાઓ. આશા કરું છું કે આ વિશેષ તહેવારથી આપણા સમાજમાં પ્રસન્નતા અને સદભાવના વધે.

નવરેહ મુબારક! આનંદસભર વર્ષ માટે પ્રાર્થના. આવનારા સમયમાં સૌની આકાંક્ષાઓ પૂર્ણ થાય. કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિ ખરેખર વિશેષ છે. આ સમુદાયમાં ભરપૂર સાહસ અને આત્મીયતાની ભાવના રહેલી છે.

 

RP