Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દેશમાં ઉજવાઈ રહેલા વિવિધ તહેવારો નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા વિવિધ તહેવારો નિમિત્તે તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, ”આપણે સમગ્ર ભારતમાં વિવિધ તહેવારો ઉજવી રહ્યા છીએ અને આપણા પરંપરાગત પંચાંગ અનુસાર નવા વર્ષનો પ્રારંભ પણ થયો છે. ઉગાડી, ગુડી પડવો, નવરેહ અને સાજીબુ ચૈરોબા નિમિત્તે ખૂબ જ શુભેચ્છાઓ. આ શુભ પ્રસંગો આપણા જીવનમાં સારું સ્વાસ્થ્ય, ખુશીઓ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા.”

“અત્યારે એવા સમયે આ તહેવારો આવ્યા છે જ્યારે, આપણું રાષ્ટ્ર કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યું છે. સામાન્ય રીતે થાય છે તેવી ઉજવણી તો નહીં થઇ શકે પરંતુ આ તહેવારો વર્તમાન સંજોગોમાંથી બહાર આવવા માટે આપણા સંકલ્પને વધુ મજબૂત બનાવશે. કોવિડ-19 સામે આપણે સૌ સાથે મળીને લડીશું.”

RP