પીએમઇન્ડિયા
સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી સંશોધન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુરુવારે 2 જાન્યુઆરી, 2020 ના રોજ પાંચ ડીઆરડીઓ યુવા વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓને રાષ્ટ્રને અર્પણ કરશે.
આ કાર્યક્રમનું આયોજન એરોનોટીકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, ડીઆરડીઓમાં બેંગલુરુ ખાતે કરવામાં આવશે. પ્રધાનમંત્રી સમર્પણને ચિહ્નિત કરવા તકતીનું અનાવરણ કરશે અને વૈજ્ઞાનિકો ને સંબોધન કરશે.
આ પ્રસંગે ડીઆરડીઓ એક પ્રદર્શનમાં પ્રધાનમંત્રી સમક્ષ તેના કેટલાક નવીન ઉત્પાદનોનો પ્રદર્શન પણ કરશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી બી. એસ. યેદીયુરપ્પા અને ડીઆરડીઓના અધ્યક્ષ ડો. જી સતિષ રેડ્ડી ઉપસ્થિત રહેશે.
અહી એ નોધવું મહત્વનું છે કે,2014 માંસંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એવોર્ડ આપ્યા પછી વરિષ્ઠ અને પ્રખ્યાત સંરક્ષણ વૈજ્ઞાનિકો અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓની પ્રતિષ્ઠિત સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે ઓછામાં ઓછી પાંચએવી પ્રયોગશાળાઓને રેખાંકિત કરવામાં આવે કે જ્યાં35 વર્ષ સુધીની યુવા વૈજ્ઞાનિકોના પોતાના આવિષ્કારો કરી શકે.તે પ્રસંગે, પ્રધાનમંત્રીએ યુવાઓને પણ સંરક્ષણ સંશોધન સંબંધિત પ્રવૃત્તિઓમાં મોટા પાયે સામેલ કરવા હાકલ કરી હતી, જેથી સુનિશ્ચિત થાય કે ભારત આ ક્ષેત્રમાં વૈશ્વિક તકનીકી પ્રગતિઓનું નિર્માણ કરે છે.
NP/GP/DS
In a boost to indigenous research capabilities in the defence sector, Prime Minister Shri Narendra Modi will dedicate Five DRDO Young Scientists Laboratories to the nation in Bengaluru tomorrow.
— PMO India (@PMOIndia) January 1, 2020
On the 3rd, PM @narendramodi will address the Indian Science Congress, which brings together leading scientists, researchers and science enthusiasts from different parts of the nation.
— PMO India (@PMOIndia) January 1, 2020