Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘નાગરિકદેવો ભવ’ની ભાવનાથી પ્રેરિત થઈને ‘સેવા તીર્થ’ રાષ્ટ્રને સમર્પિત કર્યું

પ્રધાનમંત્રીએ ‘નાગરિકદેવો ભવ’ની ભાવનાથી પ્રેરિત થઈને ‘સેવા તીર્થ’ રાષ્ટ્રને સમર્પિત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતની જનતાની સેવા કરવાના તેમના અડગ સંકલ્પને પુનરોચ્ચારતા અને તેના માર્ગદર્શક બળ તરીકે ‘નાગરિકદેવો ભવ’ની પવિત્ર ભાવનાને ઉજાગર કરતા સેવા તીર્થ રાષ્ટ્રને સમર્પિત કર્યું.

શ્રી મોદીએ વ્યક્ત કર્યું હતું કે સેવા તીર્થનું સમર્પણ જાહેર સેવા અને નાગરિકોના કલ્યાણ પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘સેવા તીર્થ’ કર્તવ્ય, કરુણા અને ઈન્ડિયા ફર્સ્ટના સિદ્ધાંત પ્રત્યેની પ્રતિબદ્ધતાના એક તેજસ્વી અને શક્તિશાળી પ્રતીક તરીકે ઊભું છે.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે તે આવનારી પેઢીઓને નિઃસ્વાર્થ સેવા અને સૌના કલ્યાણ માટે અથાક સમર્પણના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપશે અને દરેક નાગરિકના કલ્યાણ માટે સમર્પણ સાથે આગળ વધવા માટે લોકોને પ્રેરિત કરવાનું ચાલુ રાખશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

ભારતના લોકોની સેવા કરવાના અતૂટ સંકલ્પ સાથે અને નાગરિકદેવો ભવની પવિત્ર ભાવનાથી માર્ગદર્શન મેળવીને, સેવા તીર્થ નમ્રતાપૂર્વક રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવે છે.

સેવા તીર્થ હંમેશા કર્તવ્ય, કરુણા, ઈન્ડિયા ફર્સ્ટના સિદ્ધાંત પ્રત્યેની પ્રતિબદ્ધતાના તેજસ્વી પ્રતીક તરીકે ઊભું રહે. તે પેઢીઓને નિઃસ્વાર્થ સેવા અને સૌના કલ્યાણ માટે અથાક સમર્પણના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે.”

 

દેશવાસીઓની સેવના અતૂટ સંકલ્પ અને નાગરિક દેવો ભવની પાવન ભાવનાને સાથે લઈને, આજે ‘સેવા તીર્થ’ ને રાષ્ટ્રને સમર્પિત કરવાનું સૌભાગ્ય મળ્યું.

સેવા તીર્થ’ કર્તવ્ય, કરુણા અને ‘રાષ્ટ્ર પ્રથમ’ માટે અમારી પ્રતિબદ્ધતાનું સશક્ત પ્રતીક છે.

મારી કામના છે કે આ આવનારી પેઢીઓને નિઃસ્વાર્થ સેવા અને જન-જનના કલ્યાણ માટે સમર્પિત થઈને આગળ વધવા માટે પ્રેરિત કરતું રહે.”

 

SM/BS/GP/JD