Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નારી શક્તિ પુરસ્કાર – 2016ની વિજેતા સ્ત્રીઓને અભિનંદન આપ્યાં

પ્રધાનમંત્રીએ નારી શક્તિ પુરસ્કાર – 2016ની વિજેતા સ્ત્રીઓને અભિનંદન આપ્યાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે વર્ષ 2014 માટે સ્ત્રી શક્તિ પુરસ્કાર અને નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓને મળ્યાં હતાં અને તેમની સાથે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ એવોર્ડવિજેતાઓને તેમને તેમની વ્યક્તિગત ક્ષમતાઓ અને તેમના ક્ષેત્રમાં પ્રેરક બનવા એમ બંને રીતે પથપ્રદર્શક સફળતા મેળવવા બદલ અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જો ભારત આગામી ત્રણ દાયકામાં દર વર્ષે 8 ટકાના દરે વૃદ્ધિ કરી શકે, તો તે વિશ્વના સૌથી આધુનિક દેશોમાં સ્થાન મેળવશે. તેમણે કહ્યું હતું કે, મહિલાઓએ યોગ્ય રીતે સક્ષમ બનાવું પડશે, જેથી તેઓ આ લક્ષ્યાંક માટે મહત્તમ પ્રદાન કરી શકે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, માતૃત્વ રજાનો ખરડો લોકસભામાં આજે રજૂ કરવામાં આવ્યો હતો, જે માતૃત્વ રજા 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવામાં આવશે.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મેનકા ગાંધી ઉપસ્થિત હતા.

AP/TR/GP