Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નાવિકા સાગર પરિક્રમાની મહિલા અધિકારીઓને શુભેચ્છા પાઠવી; એનએમ એપ પર લોકોને શુભેચ્છા પાઠવવા વિનંતી કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આઇએનએસવી તરિણી પર વિશ્વની પરિક્રમાની સફર શરૂ કરનારી નાવિકા સાગર પરિક્રમાની 6 મહિલા અધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ નાવિકા સાગર પરિક્રમાની ટીમને નરેન્દ્ર મોદી એપ પર શુભેચ્છા પાઠવવા અને પ્રોત્સાહન આપતા લખાણ લખવા લોકોને વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે વિશિષ્ટ દિવસ છે! નૌકાદળની 6 મહિલા અધિકારીઓ આઇએનએસવી તરિણી પર વિશ્વની પરિક્રમા માટે સફર શરૂ કરશે.

સંપૂર્ણ દેશ આ નોંધપાત્ર પ્રયાસમાં નાવિકા સાગર પરિક્રમાની તમામ મહિલાઓને શુભેચ્છા આપવા એક થયો છે.

એનએમ એપ પર નાવિકા સાગર પરિક્રમાની ટીમ માટે તમારી શુભેચ્છા પાઠવો અને પ્રોત્સાહન આપો.”

ભારતની તમામ મહિલા સભ્ય દ્વારા વિશ્વની પરિક્રમા કરવાનું આ પ્રથમ સાહસ છે. તેઓ આજે ગોવાથી તેમની સફર શરૂ કરશે અને પરિક્રમા પૂર્ણ કરીને માર્ચ, 2018માં ગોવા પરત ફરશે તેવી અપેક્ષા છે. આ સાહસનું નામ નાવિકા સાગર પરિક્રમા છે. પરિક્રમા પાંચ તબક્કા ધરાવે છે અને 4 બંદર પર રોકાણ કરશેઃ ફ્રેમેન્ટલ (ઓસ્ટ્રેલિયા), લીટલટન (ન્યૂઝીલેન્ડ), પોર્ટ સ્ટેન્લી (ફોકલેન્ડ્સ) અને કેપ ટાઉન (દક્ષિણ આફ્રિકા).

*****

TR