પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ તા. 25 ઓગષ્ટ, 2015ના રોજ નેપાળના પ્રધાનમંત્રી શ્રી સુશીલ કોઈરાલા સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ નેપાળમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનો અને નેપાળની જનતા પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ રાજનીતિક અને સામાજીક અસ્થિરતા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે હાલમાં જ નેપાળમાં આવેલા ભૂકંપની કરુણાંતિકામાં વધુ વધારો કરશે.
પ્રધાનમંત્રીએ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સંયમ રાખવાનો આગ્રહ કર્યો. તેમણે સરકાર, દરેક રાજનૈતિક દળો અને નેપાળની જનતાને હિંસા છોડીને સદભાવ જાળવી રાખવા માટે અપીલ કરી હતી.
તેમણે નેપાળમાં શાંતિ પ્રક્રિયા અને સંવિધાન નિર્માણમાં ઐતિહાસિક પ્રગતિની સરાહના કરી. તેમણે ફરી સંદેશ આપ્યો કે નેપાળના રાજ નેતાઓએ દરેક બાબત પ્રત્યેક રાજનૈતિક દળો સાથે વાતચીત કરીને અને જનતા સહિત વ્યાપક સંભવ વિચાર વિમર્શની પ્રક્રિયા દ્વારા હલ કરવી જોઈએ. જેથી સમાજના બધા વર્ગો વચ્ચે વિશ્વાસ અને ભરોસાનું વાતાવરણ મજબૂત બની શકે. આ સમાધાનમાં વિવિધતાપૂર્ણ સમાજના દરેક નાગરિકોની આશાઓને સામેલ કરવાની ભાવના પ્રતિબિંબિત હોય અને નેપાળ એક જૂથ, શાંત, સ્થિર અને સમૃદ્ધ બને.
પ્રધાનમંત્રીએ કહ્યું કે એક પડોશી તરીકે ભારત નેપાળની સુરક્ષા માટે દરેક સંભવ કાર્ય કરશે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ નેપાળના પ્રધાનમંત્રી શ્રી કોઈરાલાને આશ્વાસન આપ્યું કે ભારતની માત્ર એક જ ઈચ્છા છે કે તે એક શાંતિપૂર્ણ, સુરક્ષિત, સ્થિર, લોકતાંત્રિક અને સમૃદ્ધ નેપાળનો ઉદય થતો જોવા માંગે છે, જે પોતાની સમૃદ્ધ સામાજિક વિવિધતા, પ્રચૂર સંસાધનો અને અદભૂત પ્રતિભાથી મજબૂતી હાંસલ કરે. તેમણે ફરી ઉલ્લેખ કર્યો કે, ભારત નેપાળની જનતાની આકાંક્ષાઓ અને પ્રાથમિકતા અનુસાર તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં તેમને દરેક પ્રકારનું સમર્થન આપતું રહેશે.
UM/AP/J.Khunt/GP