Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેપાળમાં પોલીસ ફાયરીંગમાં બિહારના એક યુવાનના મૃત્યુની ઘટનાની નિંદા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળમાં થયેલી પોલીસ ફાયરીંગની ઘટનાની નિંદા કરી છે, જેમાં બિહારના એક યુવકનું મૃત્યુ થયું છે.

પ્રધાનમંત્રીએ નેપાળના પ્રધાનમંત્રી શ્રી કે પી ઓલી સાથે વાત કરી. તેમણે ઘટના પર ચિંતા વ્યક્ત કરીને શ્રી ઓલી પાસે ઘટનાની વિસ્તૃત માહિતી માંગી.

ઇંધણ અને અન્ય આવશ્યક સામગ્રીના વિષયમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ અપાવ્યો કે ભારતીય પક્ષથી તેમાં કોઈ રુકાવટ આવશે નહિ. સાથે જ પ્રધાનમંત્રીએ નેપાળી નેતાઓના ગતિરોધનું ઝડપથી અને પ્રભાવી નિરાકરણ લાવવા માટે કહ્યું.

AP/J.Khunt