Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેશનલ રુર્બન મિશન લૉન્ચ કર્યું

પ્રધાનમંત્રીએ નેશનલ રુર્બન મિશન લૉન્ચ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના રાજનંદગાંવ જિલ્લામાં કુરુભાત ખાતેથી નેશનલ રુર્બન મિશનનો આરંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ રુર્બન મિશન વિશે જણાવ્યું હતું કે આ મિશન ગ્રામીણ આત્મા અને શહેરી સુવિધાઓ સાથે ક્લસ્ટર આધારિત વિકાસ કરવા સક્ષમ હશે. પ્રધાનમંત્રીએ રુર્બન ક્લસ્ટર્સને આર્થિક પ્રવૃત્તિઓનાં કેન્દ્રો ગણાવ્યાં હતાં, જે આસપાસનાં ગામડાંઓમાં વિકાસને વેગ આપશે અને ત્યાંના લોકોનાં જીવનધોરણ સુધારશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશ વિકાસની નવી દિશામાં અગ્રેસર છે. તેમણે કહ્યું હતું કે તેનું એક ઉદાહરણ એ છે કે આટલું મહત્ત્વનું રુર્બન મિશન નવી દિલ્હીમાં લૉન્ચ થવાને બદલે અહીં છત્તીસગઢના રાજનંદગાંવમાં કુરુભાત ખાતે લૉન્ચ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે સરકારને હવે ગામડાંઓ અને આદિવાસી સમુદાયોના દરવાજે લાવવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ જાહેરમાં મળોત્સર્જનથી મુક્ત હોવાનો દરજ્જો હાંસલ કરવા બદલ આસપાસનાં ગામડાં અને સમુદાયોને અભિનંદન આપ્યાં હતાં.

અગાઉ, પ્રધાનમંત્રીએ કાર્યક્રમના સ્થળે યોજાયેલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી, જેમાં વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણ તેમજ હેન્ડિક્રાફ્ટ્સનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

UM/J.Khunt