Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ન્યૂજર્સીના ગવર્નર શ્રી ફિલિપ ડી. મર્ફી સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના ગવર્નર શ્રી ફિલિપ ડી. મર્ફી સાથે મુલાકાત કરી હતી. વર્તમાન હોદ્દાની રૂએ શ્રી મર્ફી ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે. ગવર્નર મર્ફી દિલ્હી ઉપરાંત આગ્રા, મુંબઇ, હૈદરાબાદ અને અમદાવાદની મુલાકાત લેવાના છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ ન્યૂજર્સી અને ભારત વચ્ચે વધુ ગાઢ વ્યાવસાયિક અને લોકોથી લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવાની ગવર્નરની ઇચ્છાનું સ્વાગત કર્યુ હતુ. ઉપરાંત તેમણે ભારતીય રાજ્યો સાથે અર્થપૂર્ણ સહકાર સાધવાના ન્યૂજર્સીના પ્રયાસોને ભારત સરકારનું સમર્થન આપવાની ખાતરી પુરી પાડી હતી.

ગવર્નર મર્ફીએ પ્રધાનમંત્રી મોદીને ભારત સાથે તેમના રાજ્યના સંબંધોનું નિર્માણ કરવા માટે પોતાની પ્રાથમિકતા અને ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત ભાગીદારી તરફ કામગીરી કરવાની કટિબદ્ધતા અંગે માહિતગાર કર્યા હતા. ભારત અને ન્યૂજર્સી વચ્ચે સામાન્ય બાબતોની નોંધ લેતા તેમણે વૈવિધ્યતાની ઉજવણી અને ભારતમાં બહુવિધતાને સન્માન આપવાનો ઉલ્લેખ કર્યો હતો, જેના તેઓ ભારતમાં આગમનથી સાક્ષી બની રહ્યાં છે.

પ્રધાનમંત્રી મોદીએ સંતોષ સાથે નોંધ્યું હતું કે અમેરિકામાં ભારતીય-અમેરિકન વસ્તીની સૌથી વધુ સંખ્યા ધરાવતું ન્યૂજર્સી રાજ્ય અમેરિકામાં ભારતના વેપાર અને રોકાણ માટે ટોચનું સ્થાન પ્રાપ્ત કરે છે. બન્ને મહાનુભાવો STEM અને ઊચ્ચ શિક્ષણમાં સહકારના મહત્ત્વ અંગે સંમત થયા હતા.

પ્રધાનમંત્રીએ ન્યૂજર્સીમાં ભારતીય અમેરિકન સમુદાયની સુખાકારી માટે ગવર્નર દ્વારા રાખવામાં આવતી વ્યક્તિગત કાળજીની પ્રશંસા કરી હતી અને તેમણે ભારત અને તેમના યજમાન વચ્ચે કડી તરીકે તેના મહત્ત્વ ઉપર ભાર મૂક્યો હતો.

DK/J.Khunt/RP