Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પઠાનકોટમાં આતંકવાદી હુમલાની નિંદા કરી, કહ્યું ભારતમાં શત્રુઓની યોજનાઓ ક્યારેય સફળ નહી થાય

પ્રધાનમંત્રીએ પઠાનકોટમાં આતંકવાદી હુમલાની નિંદા કરી, કહ્યું ભારતમાં શત્રુઓની યોજનાઓ ક્યારેય સફળ નહી થાય

પ્રધાનમંત્રીએ પઠાનકોટમાં આતંકવાદી હુમલાની નિંદા કરી, કહ્યું ભારતમાં શત્રુઓની યોજનાઓ ક્યારેય સફળ નહી થાય

પ્રધાનમંત્રીએ પઠાનકોટમાં આતંકવાદી હુમલાની નિંદા કરી, કહ્યું ભારતમાં શત્રુઓની યોજનાઓ ક્યારેય સફળ નહી થાય

પ્રધાનમંત્રીએ પઠાનકોટમાં આતંકવાદી હુમલાની નિંદા કરી, કહ્યું ભારતમાં શત્રુઓની યોજનાઓ ક્યારેય સફળ નહી થાય


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (3 જાન્યુઆરી, 2016) પઠાનકોટમાં આતંકવાદી હુમલાની કડક નિંદા કરતા કહ્યું કે માનવતાના દુશ્મન જે રાષ્ટ્રની પ્રગતિને દેખી નથી શકતા, તેમણે ભારતીય સશસ્ત્ર દળોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આતંકવાદિઓની યોજનાઓને સફળતાપૂર્વક નિષ્ફળ કરવા માટે તેમણે સશસ્ત્ર દળોને અભિનંદન આપ્યું અને કાર્યવાહી દરમિયાન પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને જવાનો અને સુરક્ષા દળો પર ગર્વ છે. તેમણે કહ્યું કે દેશ આ શત્રુઓની સામે એકજૂથ થઈને ઉભો છે અને આથી તેમની અનેક નાપાક યોજનાઓ ક્યારેય સફળ નહીં થાય. પ્રધાનમંત્રીએ મૈસૂરના મહારાજા કોલેજ ગ્રાઉન્ડમાં સુતૂર મઠના પરમ પૂજ્ય જગતગુરુ ડૉ. શ્રી શિવરાત્રી રાજેન્દ્ર મહારાસ્વામીજીની શતાબ્દી સમારોહ દરમિયાન જનસભાને સંબોધિત કરતાં આ ઉદ્ઘાર વ્યક્ત કર્યા.

આ પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (3 જાન્યુઆરી, 2016) મૈસૂર પહોંચ્યા. કર્ણાટકમાં રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા અને કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિદ્ધારમૈયાને મૈસૂર હવાઈ મથક પર તેમની આગેવાની કરી.

પ્રધાન મંત્રીએ અવધૂત દત્ત પીઠમની મુલાકાત લીધી, જ્યાં તેમણે પરમ પૂજ્ય શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજી સાથે મુલાકાત કરી. તેઓ દત્ત મંદિર ગયા અને તેમને પીઠમ સમ્માન પ્રદાન કરવામાં આવ્યું. ત્યાં ઉપસ્થિત જન-સમુદાયને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના ઋષિઓ-મુનિઓ અને સંતોને સમાજ માટે ખૂબ કાર્ય કર્યું છે, જેણે પૂર્ણ રીતે પ્રસંશા કરાઈ નથી. આ સંદર્ભમાં તેમણે અવધૂત દત્ત પીઠમના કાર્યોની પ્રસંશા કરી. આ અવસર પર કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા પણ ઉપસ્થિત હતા.

પ્રધાનમંત્રીએ મૈસૂરના મહારાજા કોલેજ ગ્રાઉન્ડમાં શ્રી સુતૂર મઠના પરમ પૂજ્ય જગતગુરુ ડૉ. શ્રી શિવરાત્રી રાજેન્દ્ર મહાસ્વામીજીના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કર્યું. તેમણે આ અવસર પર જ્ઞાન અનુસંધાન કેન્દ્રની આધારશિલા રાખી. વિશાળ જન-સમુદાયને સંબોધિત કરતા તેમણે કહ્યું કે સંત બસેશ્વરજીએ સદીઓ પહેલા સમાજ સુધારનો રસ્તો દેખાડ્યો હતો. તેમણે યાદ કર્યું કે તેમણે હાલમાં જ લંડનમાં શ્રી બેશ્વરજીની પ્રતિમાનું અનાવરણ કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય સમાજ ખૂબ વિલક્ષણ છે, કેમ કે અહીં સમાજમાં સુધાર લાવવા માટે અને સામાજિક બદીઓનો સામનો કરવા માટે સમયાંતરે સમાજ સુધારક પેદા થતા રહ્યા છે. તેમણે કહ્યું કે 18મી સદી 19મી સદીના સમાજ સુધાર આંદોલનોને એ જ 20મી સદીમાં ભારતને સફળ સ્વાધીનતા સંગ્રામની બુનિયાદ રાખી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે 21મી સદી, જ્ઞાનની સદી છે અને આ સદીમાં જે દેશ જ્ઞાન અને નવાચાર પર ધ્યાન કેન્દ્રિત કરશે, તે જ દુનિયાનું નેતૃત્વ કરશે. તેમણે જ્ઞાન અનુસંધાન કેન્દ્રની પહેલ માટે જગતગુરુ ડૉ. શ્રી શિવરાત્રી રાજેન્દ્ર મહાસ્વામીજીની પ્રસંશા કરી.

પ્રધાનમંત્રી પેરિસમાં હાલમાં સંપન્ન થયેલ સીઓપી 21ની બેઠક અને ‘મિશન નવાચાર’ અને ‘આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન’ની પહેલને યાદ કરી, જેમાં ભારતે આગામી ભૂમિકા અદા કરી.

આ અવસર પર કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિદ્ધારમૈયા અને કેન્દ્રીય મંત્રી શ્રી અનંતકુમાર તથા શ્રી ડી. વી. સદાનંદ ગૌડા પણ ઉપસ્થિત હતા.

AP/J.Khunt/GP