Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પરાક્રમ દિવસ પર સંસ્કૃત સુભાષિત શેર કર્યું, નેતાજી સુભાષ ચંદ્ર બોઝના સાહસ અને શૌર્યના આદર્શોને યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું જીવન આપણને બહાદુરી અને શૌર્યનો સાચો અર્થ શીખવે છે. તેમણે નોંધ્યું કે પરાક્રમ દિવસ રાષ્ટ્રને નેતાજીના અદમ્ય સાહસ, બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાની યાદ અપાવે છે.

પ્રધાનમંત્રીએ વીરતાના સર્વોચ્ચ આદર્શોને પ્રતિબિંબિત કરતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

एतदेव परं शौर्यं यत् परप्राणरक्षणम्। नहि प्राणहरः शूरः शूरः प्राणप्रदोऽर्थिनाम्॥

આ સુભાષિત જણાવે છે કે સૌથી મોટું શૌર્ય બીજાના જીવનની રક્ષા કરવામાં રહેલું છે; જે જીવ લે છે તે હીરો (વીર) નથી, પરંતુ જે જીવન આપે છે અને જરૂરિયાતમંદોની રક્ષા કરે છે તે જ સાચો બહાદુર છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

નેતાજી સુભાષચંદ્ર બોઝનું જીવન આપણને બહાદુરી અને શૌર્યનો અર્થ શીખવે છે. પરાક્રમ દિવસ આપણને તેની યાદ અપાવે છે.

एतदेव परं शौर्यं यत् परप्राणरक्षणम्।

नहि प्राणहरः शूरः शूरः प्राणप्रदोऽर्थिनाम्॥”

SM/IJ/GP/JD