Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો, 2 લાખની સહાયતા રાશી મંજૂર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પશ્ચિમ બંગાળમાં ભાગદોડમાં લોકોના મૃત્યુથી હું દુઃખી છું. મૃત્યુ પામેલ લોકોના પરિવારજનો સાથે મારી સંવેદનાઓ, અને ભાગદોડમાં ઘાયલ લોકો માટે પ્રાર્થના કરું છું કે તેઓ જલ્દીથી સાજા થાય.”

પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા તથા ગંભીર રીતે ઘાયલ લોકોને 50 હજાર રૂપિયાની સહાયતા રાશિને મંજૂરી આપી દીધી છે.

AP/J.Khunt/TR/GP