Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પારાદીપ રીફાઈનરી રાષ્ટ્રને સમર્પિત કરી

પ્રધાનમંત્રીએ પારાદીપ રીફાઈનરી રાષ્ટ્રને સમર્પિત કરી

પ્રધાનમંત્રીએ પારાદીપ રીફાઈનરી રાષ્ટ્રને સમર્પિત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશામાં અત્યંત અદ્યતન પારાદીપ રીફાઈનરી રાષ્ટ્રને સમર્પિત કરી છે.

આ પ્રસંગે વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વિકાસને લગતા સરકારી કાર્યક્રમમાં આટલી વિશાળ સંખ્યામાં લોકોએ ભાગ લીધો એ પ્રશંસનીય છે.

ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી બીજુ પટનાયકને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પારાદીપ હવે વિકાસ દ્વીપ – ઓડિશાના લોકોના વિકાસનો ટાપુ બનશે. તેમણે જણાવ્યું કે પારાદીપ રીફાઈનરીને પગલે યુવાનોને રોજગારની તકોનો લાભ મળશે અને દેશભરની ગરીબ મહિલાઓ, જેઓ બળતણ માટે લાકડા પર નિર્ભર રહે છે, તેમને એલપીજી પહોંચાડી શકાશે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકારની મુદ્રા અને સ્ટાર્ટ અપ ઈન્ડિયા જેવી યોજનાઓને પગલે ભારતના યુવાનોને લાભ મળી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટનના સ્થળે પહોંચતા પહેલા મેઈન કન્ટ્રોલ રૂમ અને સ્વદેશી ટેકનોલોજી સાથે નિર્માણ પામેલા ઈન્ડમેક્સ યુનિટની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્લાન્ટમાં ઈન્ડમેક્સ ઉત્પાદન ક્ષમતાઓ, મેઈક ઈન ઈન્ડિયા પહેલનું ઉદાહરણ છે.

AP/J.Khunt