Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા


ઇન્ડોનેશિયાના જકાર્તા-પાલેમ્બાંગ ખાતે ચાલી રહેલા 18માં એશિયાઈ રમતોત્સવ 2018માં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “જ્યારે નીરજ ચોપરા રમતના મેદાનમાં હોય છે, ત્યારે તેની પાસેથી સૌથી શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા હોય છે. આ યુવા ખેલાડીએ પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં સુવર્ણ પદક જીતીને ભારતને ખુશ કરી દીધું છે. અમે તેને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવા માટે પણ અભિનંદન પાઠવીએ છીએ.”

***

J.Khunt