Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી, શ્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, તેમને એક અસાધારણ રાજપુરુષ તરીકે યાદ કર્યા જેઓ અદ્ભુત દ્રષ્ટિકોણ ધરાવતા હતા અને જેમણે આપણા રાષ્ટ્રની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે તેમના શબ્દો અને પ્રયાસોએ પેઢીઓને પ્રેરણા આપી અને તેમના નેતૃત્વએ આપણા રાષ્ટ્રને મજબૂત બનાવ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સુશાસન અને લોકકલ્યાણ પર અટલજીનું ધ્યાન હંમેશા આપણું માર્ગદર્શન કરતું રહેશે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

અટલજીને તેમની પુણ્યતિથિ પર યાદ કરી રહ્યા છીએ. અદ્ભુત દ્રષ્ટિકોણ ધરાવતા એક અસાધારણ રાજપુરુષ, તેમણે આપણા રાષ્ટ્રની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તેમના શબ્દો અને પ્રયાસોએ પેઢીઓને પ્રેરણા આપી અને તેમના નેતૃત્વએ આપણા રાષ્ટ્રને મજબૂત બનાવ્યું. સુશાસન અને લોકકલ્યાણ પર તેમનું ધ્યાન હંમેશા આપણું માર્ગદર્શન કરતું રહેશે.”

 

SM/JY/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]