Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘પ્રગતિ’ (PRAGATI)ની 50મી બેઠકની અધ્યક્ષતા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ‘ (PRAGATI – Pro-Active Governance and Timely Implementation) – જે સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટેનું ICT-આધારિત મલ્ટીમોડલ પ્લેટફોર્મ છેતેની 50મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સહકારી અને પરિણામલક્ષી શાસનની એક દાયકા લાંબી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. સીમાચિહ્નરેખા દર્શાવે છે કે કેવી રીતે ટેકનોલોજીસક્ષમ નેતૃત્વ, રીઅલટાઇમ મોનિટરિંગ અને સતત કેન્દ્રરાજ્ય સહયોગે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને જમીન પર માપી શકાય તેવા પરિણામોમાં પરિવર્તિત કરી છે.

50મી પ્રગતિમાં હાથ ધરાયેલ સમીક્ષા

50મી પ્રગતિમાં હાથ ધરાયેલ સમીક્ષા બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ રોડ, રેલવે, પાવર, જળ સંસાધન અને કોલસા સહિતના ક્ષેત્રોમાં પાંચ મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. પ્રોજેક્ટ્સ 5 રાજ્યોમાં ફેલાયેલા છે, જેનો કુલ ખર્ચ ₹40,000 કરોડથી વધુ છે.

PM SHRI યોજનાની સમીક્ષા દરમિયાન, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે PM SHRI યોજના સર્વગ્રાહી અને ભાવિ સજ્જ શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય બેન્ચમાર્ક બનવી જોઈએ અને કહ્યું કે અમલીકરણ માળખાગત કેન્દ્રિત હોવાને બદલે પરિણામલક્ષી હોવું જોઈએ. તેમણે તમામ મુખ્ય સચિવોને PM SHRI યોજનાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે PM SHRI શાળાઓને રાજ્ય સરકારની અન્ય શાળાઓ માટે બેન્ચમાર્ક બનાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે સરકારના વરિષ્ઠ અધિકારીઓએ PM SHRI શાળાઓની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે ફિલ્ડ વિઝિટ (સ્થળ મુલાકાત) કરવી જોઈએ.

વિશેષ પ્રસંગે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીમાચિહ્નને છેલ્લા એક દાયકામાં ભારતે શાસનની સંસ્કૃતિમાં જોયેલા ઊંડા પરિવર્તનના પ્રતીક તરીકે વર્ણવ્યું હતું. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે જ્યારે નિર્ણયો સમયસર લેવાય છે, સંકલન અસરકારક હોય છે અને જવાબદારી નક્કી કરવામાં આવે છે, ત્યારે સરકારી કામગીરીની ઝડપ કુદરતી રીતે વધે છે અને તેની અસર નાગરિકોના જીવનમાં સીધી રીતે દેખાય છે.

પ્રગતિનો ઉદભવ

અભિગમની ઉત્પત્તિને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે શિસ્ત, પારદર્શિતા અને સમયબદ્ધ કાર્યવાહી સાથે જાહેર ફરિયાદોને સમજવા અને ઉકેલવા માટે ટેકનોલોજીસક્ષમ સ્વાગત‘ (SWAGAT) પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. તે અનુભવના આધારે, કેન્દ્રમાં સત્તા સંભાળ્યા પછી, તેમણે પ્રગતિ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ભાવનાનો વિસ્તાર કર્યો અને સમીક્ષા, ઉકેલ અને ફોલોઅપ માટે મોટા પ્રોજેક્ટ્સ, મુખ્ય કાર્યક્રમો અને ફરિયાદ નિવારણને એક સંકલિત પ્લેટફોર્મ પર લાવ્યા.

વ્યાપ અને પ્રભાવ

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે વર્ષોથી પ્રગતિ સંચાલિત ઇકોસિસ્ટમે 85 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સને વેગ આપવામાં મદદ કરી છે અને મોટા પાયે મુખ્ય કલ્યાણકારી કાર્યક્રમોના જમીની અમલીકરણમાં ટેકો આપ્યો છે. 2014 થી, પ્રગતિ હેઠળ 377 પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી છે, અને પ્રોજેક્ટ્સમાં ઓળખવામાં આવેલા 3,162 મુદ્દાઓમાંથી 2,958 – એટલે કે આશરે 94 ટકાઉકેલવામાં આવ્યા છે, જેનાથી વિલંબ, ખર્ચમાં વધારો અને સંકલનની નિષ્ફળતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જેમ જેમ ભારત વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે, તેમ પ્રગતિની સુસંગતતા વધુ વધી છે. તેમણે નોંધ્યું હતું કે સુધારાની ગતિ જાળવી રાખવા અને ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે પ્રગતિ આવશ્યક છે.

લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સને વેગ આપવો

પ્રધાનમંત્રીએ કહ્યું કે 2014 થી, સરકારે ડિલિવરી અને જવાબદારીને સંસ્થાકીય બનાવવા માટે કામ કર્યું છે અને એવી સિસ્ટમ બનાવી છે જ્યાં સતત ફોલોઅપ સાથે કામ કરવામાં આવે છે અને સમયરેખા તથા બજેટમાં પૂર્ણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે જે પ્રોજેક્ટ્સ અગાઉ શરૂ થયા હતા પરંતુ અધૂરા રહી ગયા હતા અથવા વિસરાઈ ગયા હતા, તેમને રાષ્ટ્રીય હિતમાં પુનઃજીવિત કરી પૂર્ણ કરવામાં આવ્યા છે.

દાયકાઓથી અટવાયેલા અનેક પ્રોજેક્ટ્સ પ્રગતિ પ્લેટફોર્મ હેઠળ લેવામાં આવ્યા બાદ પૂર્ણ થયા અથવા નિર્ણાયક રીતે ઉકેલાયા હતા. આમાં આસામમાં બોગીબીલ રેલકમરોડ બ્રિજ (1997માં કલ્પના કરવામાં આવી હતી); જમ્મુઉધમપુરશ્રીનગરબારામુલ્લા રેલ લિંક (જ્યાં કામ 1995માં શરૂ થયું હતું); નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (1997માં કલ્પના); ભિલાઈ સ્ટીલ પ્લાન્ટનું આધુનિકીકરણ અને વિસ્તરણ (2007 માં મંજૂર); અને ગદરવારા તથા LARA સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ્સ (અનુક્રમે 2008 અને 2009 માં મંજૂર) નો સમાવેશ થાય છે. પરિણામો સતત ઉચ્ચસ્તરીય દેખરેખ અને આંતરસરકારી સંકલનની અસર દર્શાવે છે.

સાઇલોઝથી ટીમ ઇન્ડિયા સુધી

પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો હતો કે પ્રોજેક્ટ્સ માત્ર ઈરાદાના અભાવે નિષ્ફળ નથી જતાઘણા પ્રોજેક્ટ્સ સંકલનનો અભાવ અને સાઇલોઆધારિત (અલગઅલગ રહીને) કાર્યપદ્ધતિને કારણે નિષ્ફળ જાય છે. તેમણે કહ્યું કે પ્રગતિએ તમામ હિતધારકોને એક પ્લેટફોર્મ પર લાવીને અને એક સહિયારા પરિણામ સાથે જોડીને સમસ્યાને દૂર કરવામાં મદદ કરી છે.

તેમણે પ્રગતિને સહકારી સંઘવાદના અસરકારક મોડેલ તરીકે ગણાવ્યું હતું, જ્યાં કેન્દ્ર અને રાજ્યો એક ટીમ તરીકે કામ કરે છે, અને મંત્રાલયો તથા વિભાગો સમસ્યાઓ ઉકેલવા માટે પોતાના દાયરાની બહાર નીકળીને જુએ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારત સરકારના લગભગ 500 સચિવો અને રાજ્યોના મુખ્ય સચિવોએ પ્રગતિ બેઠકોમાં ભાગ લીધો છે. તેમણે તેમની સહભાગિતા, પ્રતિબદ્ધતા અને પાયાના સ્તરની સમજ બદલ તેમનો આભાર માન્યો હતો, જેણે પ્રગતિને સમીક્ષા ફોરમમાંથી સાચા અર્થમાં સમસ્યા નિવારણ પ્લેટફોર્મમાં વિકસિત કરવામાં મદદ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ માટે પર્યાપ્ત સંસાધનો સુનિશ્ચિત કર્યા છે અને તમામ ક્ષેત્રોમાં સતત રોકાણ કર્યું છે. તેમણે દરેક મંત્રાલય અને રાજ્યને આયોજનથી લઈને અમલીકરણ સુધીની આખી સાંકળને મજબૂત કરવા અને ટેન્ડરિંગથી લઈને ગ્રાઉન્ડ ડિલિવરી સુધીના વિલંબને ન્યૂનતમ કરવા આહ્વાન કર્યું હતું.

રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ

પ્રસંગે, પ્રધાનમંત્રીએ આગામી તબક્કા માટે સ્પષ્ટ અપેક્ષાઓ વ્યક્ત કરી હતી અને રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનું પોતાનું વિઝન રજૂ કરતા કહ્યું હતું કેસરળીકરણ માટે સુધારા (Reform to simplify), ડિલિવરી માટે પ્રદર્શન (Perform to deliver), અને પ્રભાવ માટે પરિવર્તન (Transform to impact).”

તેમણે કહ્યું કે રિફોર્મનો અર્થ પ્રક્રિયામાંથી ઉકેલો તરફ આગળ વધવું, કાર્યપદ્ધતિઓને સરળ બનાવવી અને ઇઝ ઓફ લિવિંગ (રહેણીકરણીની સરળતા) તથા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (વ્યાપાર કરવાની સરળતા) માટે સિસ્ટમને વધુ મૈત્રીપૂર્ણ બનાવવી હોવો જોઈએ. તેમણે કહ્યું કે પરફોર્મનો અર્થ સમય, ખર્ચ અને ગુણવત્તા પર સમાન રીતે ધ્યાન કેન્દ્રિત કરવાનો હોવો જોઈએ. તેમણે ઉમેર્યું કે પ્રગતિ દ્વારા પરિણામલક્ષી શાસન મજબૂત બન્યું છે અને હવે તેને વધુ ઊંડું બનાવવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાન્સફોર્મ નાગરિકોને સમયસર સેવાઓ, ઝડપી ફરિયાદ નિવારણ અને સુધારેલા જીવનની સરળતા વિશે ખરેખર શું લાગે છે તેના દ્વારા માપવું જોઈએ.

પ્રગતિ અને વિકસિત ભારત @ 2047ની સફર

પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકસિત ભારત @ 2047 રાષ્ટ્રીય સંકલ્પ અને સમયબદ્ધ લક્ષ્ય બંને છે અને પ્રગતિ તેને હાંસલ કરવા માટે એક શક્તિશાળી પ્રવેગક (એક્સિલરેટર) છે. તેમણે રાજ્યોને મુખ્ય સચિવ સ્તરે, ખાસ કરીને સામાજિક ક્ષેત્ર માટે આવી પ્રગતિ જેવી પદ્ધતિઓને સંસ્થાકીય બનાવવા પ્રોત્સાહિત કર્યા. પ્રગતિને આગલા સ્તર પર લઈ જવા માટે, પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટ લાઈફ સાયકલના દરેક તબક્કામાં ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ એમ કહીને સમાપન કર્યું કે PRAGATI@50 માત્ર એક સીમાચિહ્ન નથી, તે એક પ્રતિબદ્ધતા છે. નાગરિકો માટે ઝડપી અમલીકરણ, ઉચ્ચ ગુણવત્તા અને માપી શકાય તેવા પરિણામો સુનિશ્ચિત કરવા માટે આગામી વર્ષોમાં પ્રગતિને વધુ મજબૂત બનાવવી જોઈએ.

કેબિનેટ સચિવ દ્વારા પ્રેઝન્ટેશન

પ્રગતિના 50મા સીમાચિહ્ન પ્રસંગે, કેબિનેટ સચિવે એક ટૂંકું પ્રેઝન્ટેશન આપ્યું હતું જેમાં પ્રગતિની મુખ્ય સિદ્ધિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તે કેવી રીતે ભારતની દેખરેખ અને સંકલન ઇકોસિસ્ટમને નવો આકાર આપી રહી છે તે દર્શાવ્યું હતું. તેનાથી આંતરમંત્રાલય અને કેન્દ્રરાજ્ય ફોલોઅપ મજબૂત બન્યું છે અને સમયબદ્ધ પૂર્ણતાની સંસ્કૃતિ પ્રબળ બની છે, જેના પરિણામે પ્રોજેક્ટ્સનું ઝડપી અમલીકરણ, યોજનાઓ અને કાર્યક્રમોની છેવાડાના વ્યક્તિ સુધી બહેતર ડિલિવરી અને જાહેર ફરિયાદોનું ગુણવત્તાયુક્ત નિવારણ શક્ય બન્યું છે.

SM/BS/GP/JD