Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રથમ બંધારણ દિવસના ઐતિહાસિક પ્રસંગે પ્રજાને શુભેચ્છા પાઠવી ભારતના બંધારણમાં ડો. બાબાસાહોબ આંબેકડરના યોગદાન માટે તેમને નમન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ બંધારણ દિવસના ઐતિહાસિક પ્રસંગે ભારતની પ્રજાને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ ભારતીય બંધારણમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરના યોગદાન માટે તેમને નમન કર્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “પ્રથમ બંધારણ દિવસના ઐતિહાસિક અવસરે રાષ્ટ્રની જનતાને શુભેચ્છા. આ દિવસ આપને બંધારણના વિષયમાં વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે.

આ દિવસ ભારતના બંધારણ નિર્માણ માટે અથાગ પ્રયાસ કરનારા એ બધા મહાન મહિલાઓ અને પુરુષો પ્રત્યે શ્રદ્ધાંજલિ છે. જેના પર આપણને ગર્વ છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના ઉત્કૃષ્ટ યોગદાનનું સ્મરણ કર્યા વિના આપણા સંવિધાનનો ઉલ્લેખ અધૂરો કહેવાશે. હું તેમને સલામ કરું છું.

આપણા બંધારણના આદર્શો અને મૂલ્યોને આપણે જાળવી રાખીએ અને એવા ભારતનું નિર્માણ કરીએ જેના પર આપણા સંસ્થાપક પ્રણેતાઓને અત્યંત ગર્વ થાય.”

UM/J.Khunt/GP