Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રથમ વિશ્વયુદ્ધમાં લડનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વિશ્વયુદ્ધમાં લડનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે આપણે ભયાનક પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયાનાં 100 વર્ષની ઉજવણી કરી રહ્યાં છીએ ત્યારે આપણે વિશ્વની શાંતિ માટે આપણી કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ તથા સંવાદિતા અને ભાઈચારાનું વાતાવરણ ઊભું કરવા ખભેખભો મિલાવીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ, જેથી યુદ્ધનાં કારણે મૃત્યુ અને વિનાશની કરુણાંતિકા ફરીથી ઊભી ન થાય.

ભારત પ્રથમ વિશ્વયુદ્ધમાં લડનારા આપણાં બહાદુર સૈનિકોને યાદ કરે છે. આ યુદ્ધમાં ભારત સીધુ સામેલ નહોતું, છતાં આપણાં સૈનિકો દુનિયાભરમાં શાંતિ સ્થાપિત કરવાનાં ઉદ્દેશ સાથે લડ્યાં હતાં.

મને ફ્રાંસમાં ન્યૂવે-શેપલ સ્મારક અને ઇઝરાયેલમાં હાઇફામાં સ્મારકમાં શ્રદ્ધાસુમન અર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ હતું. આ બંને સ્મારકોમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતની ભૂમિકા સાથે સંબંધિત છે. જ્યારે પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહૂ ભારતની મુલાકાતે આવ્યાં હતાં, ત્યારે અમે તીન મૂર્તિ-હાઇફા ચોકમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.”

RP